હિન્દ ન્યુઝ, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંગે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દલપુરા-હડાદ ખાતે યોજાશે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ તા.૧૩ ઓગસ્ટે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું કરાશે આયોજન ‘હર ઘર તિરંગા’ અભિયાનને વ્યાપક જનભાગીદારીથી સફળ બનાવવા નાગરિકોને અનુરોધ કરતા કલેકટર મિહિર પટેલ
Read MoreDay: August 7, 2026
દેશભક્તિના રંગે રંગાતું અમરેલી!
હિન્દ ન્યુઝ, અમરેલી પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ શાળા અને કોલેજોમાં રંગોળી, નિબંધ, ક્વિઝ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. વિદ્યાર્થીઓએ ત્રિરંગો 🇮🇳, ભારત માતા અને રાષ્ટ્રીય પ્રતીકોને રંગોળીમાં જીવંત બનાવી દેશપ્રેમની અનોખી અભિવ્યક્તિ કરી. સાથે જ નિબંધ અને ક્વિઝ સ્પર્ધાઓ દ્વારા ભારતના ગૌરવશાળી ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરી રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવી. “મારો દેશ… મારો ગૌરવ!” 🇮🇳 હર ઘર તિરંગા • હર દિલ તિરંગા ❤️🤍💚
Read Moreસાવરકુંડલાના જુના સાવર અને આંબરડીને મળી અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ભેટ
હિન્દ ન્યુઝ, સાવરકુંડલા રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે જુના સાવર અને આંબરડી ખાતે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવા આરોગ્ય કેન્દ્રોથી ૩૦ ગામોના ૫૦ હજારથી વધુ નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે.
Read More🏥 સાવરકુંડલાને મળી આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ભેટ!
હિન્દ ન્યુઝ, સાવરકુંડલા રૂ. ૫૫ કરોડના ખર્ચે સાવરકુંડલામાં ૨૯૨ બેડની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ૨૪ કલાક કાર્યરત ક્રિટિકલ કેર બ્લોકનું નિર્માણ થશે. રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે વિકાસકામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું. આરોગ્ય સેવાઓ હવે વધુ આધુનિક… વધુ સુલભ… વધુ સશક્ત.
Read Moreદેશભક્તિના સુરોથી ગુંજ્યું અમરેલી!
હિન્દ ન્યુઝ, અમરેલી પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત દેશભક્તિ ગીતોની સિંગિંગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. દેશપ્રેમથી ઓતપ્રોત સ્વરોએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું અને સ્વતંત્રતા પર્વની ઉજવણીને યાદગાર બનાવી.
Read Moreદીકરીનું સન્માન… મહિલાઓનું સશક્તિકરણ…
હિન્દ ન્યુઝ, અમરેલી રાજુલામાં યોજાયેલા મહિલા કલ્યાણ દિવસ કાર્યક્રમમાં મહિલાઓને સરકારી યોજનાઓની માહિતી, કાયદાકીય જાગૃતિ અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ વ્હાલી દીકરી યોજના મંજૂરી હુકમ અને દીકરી વધામણા કિટનું વિતરણ કરીને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવી.
Read Moreસેવાભાવને સલામ… ગુણવત્તાસભર આરોગ્ય સેવાનો અભિગમ
હિન્દ ન્યુઝ, અમરેલી રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા સ્થિત “શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર”ની વિશેષ મુલાકાત લીધી. મંત્રીશ્રીએ હોસ્પિટલની વિવિધ તબીબી સુવિધાઓનું નિરીક્ષણ કરીને દર્દીકેન્દ્રિત સેવાકીય અભિગમની પ્રશંસા કરી અને આરોગ્ય ક્ષેત્રે સંસ્થાના યોગદાનને બિરદાવ્યું. સેવા • સંવેદના • સમર્પણ — ઉત્તમ આરોગ્ય વ્યવસ્થાના મજબૂત આધાર. 🩺💙
Read Moreકરાટે સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો
હિન્દ ન્યુઝ, અમરેલી રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા સ્થિત અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમરેલી દ્વારા આયોજિત ‘૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા’ અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં ઉપસ્થિત રહી સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો. રમતગમત માત્ર સ્પર્ધા નથી, પરંતુ આત્મવિશ્વાસ, શિસ્ત અને સશક્તિકરણનો મજબૂત આધાર છે.
Read More‘સંકલ્પ વિદ્યોદય’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વધુ ૧૪ સ્માર્ટ સ્કૂલ બનશે
“શિક્ષણનો સંકલ્પ… વિદ્યાનો ઉદય… સંકલ્પ વિદ્યોદય.” હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલકેટર ગાર્ગી જૈનના નૈતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લા કલકેટરના અધ્યક્ષસ્થાને “સંકલ્પ વિદ્યોદય”ની પત્રકાર પરિષદ જિલ્લા સેવા સદન વીસી હોલ ખાતે યોજાય હતી. “સંકલ્પ વિદ્યોદય”ની પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકચર ગાર્ગી જૈનને જણાવ્યું હતું કે, તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેના આધારે જિલ્લામાં પૂરતી સુવિધાઓના અભાવે ચાલતી ૧૪ શાળાઓને “સંકલ્પ વિદ્યોદય” સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને તેની કામગીરી પણ…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘વિકાસ પરંપરા’ને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત સરકારે પાટનગર બહાર રાષ્ટ્રીય-રાજ્ય પર્વોના આયોજક જિલ્લાની વિકાસ ગ્રાન્ટ બમણી કરી; હવે જે જિલ્લામાં રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વ અથવા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન થશે; ત્યાં ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે નવી નક્કી કરાયેલી જોગવાઈઓ મુજબ ₹10 કરોડથી 15 કરોડ સુધીની વિકાસ ગ્રાન્ટ આપવામાં આવશે. ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્ય અને રાષ્ટ્રીય પર્વોને માત્ર ઔપચારિક સમારોહ ન બનાવીને તેમને સ્થાનિક વિકાસ અને જનભાગીદારીની તકો તરીકે સ્થાપિત કરે છે. જે જિલ્લામાં રાજ્યકક્ષાનું આયોજન થાય છે, ત્યાં પર્વની ગરિમા સાથે વિકાસ કાર્યોને પણ…
Read More