વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘વિકાસ પરંપરા’ને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

 હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    ગુજરાત સરકારે પાટનગર બહાર રાષ્ટ્રીય-રાજ્ય પર્વોના આયોજક જિલ્લાની વિકાસ ગ્રાન્ટ બમણી કરી; હવે જે જિલ્લામાં રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વ અથવા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન થશે; ત્યાં ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે નવી નક્કી કરાયેલી જોગવાઈઓ મુજબ ₹10 કરોડથી 15 કરોડ સુધીની વિકાસ ગ્રાન્ટ આપવામાં આવશે.

ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્ય અને રાષ્ટ્રીય પર્વોને માત્ર ઔપચારિક સમારોહ ન બનાવીને તેમને સ્થાનિક વિકાસ અને જનભાગીદારીની તકો તરીકે સ્થાપિત કરે છે. જે જિલ્લામાં રાજ્યકક્ષાનું આયોજન થાય છે, ત્યાં પર્વની ગરિમા સાથે વિકાસ કાર્યોને પણ નવી ગતિ મળે છે.

Related posts

Leave a Comment