બોડેલી સબ ડીવિઝનમાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા વેપારીઓએ અરજી કરવી

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,

દિવાળીના તહેવાર દરમિયાન દર વર્ષે હંગામી (૧૫ દિવસ) માટે દારૂખાના (ફટાકડા) વેચાણ કરવાની દુકાન કરવા માંગતા વેપારીઓને એકસ્પ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ની કલમ-૮૪ હેઠળ પરવાના ઇસ્યુ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ બોડેલી સબ ડિવીઝનમાં આવતા બોડેલી, નસવાડી અને સંખેડા તાલુકાના હંગામી ફટાકડા લાયસન્સ લેવા માંગતા વેપારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે આગામી દિવાળી તહેવાર દરમિયાન બોડેલી પ્રાંત ડિવિઝનના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં દારૂખાનું વેચવા માટે દુકાન કરવાનો હંગામી પરવાનો મેળવવા ઇચ્છતા તમામ વેપારીઓએ દારૂખાનું વેચાણ કરવાનો પરવાનો મેળવવા માટેની અરજીઓ એકસ્પ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ના નિયત નમૂના નં AE-5માં સંપૂર્ણ માહિતી સાથે સુચિત દુકાનના ત્રણ નકશા, બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ એકસ્પ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ના નિયમ-૨ મુજબ ધંધો કરનારે ફોટોગ્રાફ સહિતનું ઓળખપત્ર રજૂ કરી તે સાથે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ બોડેલીને તા. ૨૦/૧૦/૨૦૨૦ સુધીમાં મળી તે રીતે અરજી મોકલી આપવાની રહેશે. એકસ્પ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ની કલમ-૮૪ હેઠળ ખુલ્લા મેદાનમાં ટેમ્પરરી શેડ બાંધી દુકાનો કરવા માટે પરવાનો મેળવવામાં રસ ધરાવતા ઇસમોએ એકસ્પ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ની ઉપરની જોગવાઇઓને અનુરૂપ ફટાકડાની દુકાન કરવામાં રસ ધરાવતા હોય તેઓએ પણ ઉપરોકત નમુના નં. AE-5માં અરજી કરવી. એકસ્પ્લોઝીવ રૂલ્સમાં જણાવેલ વિગતે દુકાનનું સ્થળ નીચે જણાવેલ વિગતવાળું હોવું જોઇએ. દુકાનનું બાંધકામ ઇંટ, પથ્થર અથવા કોંક્રીટનું હોવું જોઇએ. મકાન બંધ અને સુરક્ષિત હોવું જોઇએ. જેથી બિનઅધિકૃત વ્યક્તિથી સલામત રાખી શકાય તથા જલદીથી સળગી ન ઉઠે તેવા પદાર્થોનું હોવું જોઇએ. દુકાનનો સંગ્રહ ક્ષેત્રફળ ૯ ચોરસ મીટર કરતા ઓછું ન હોવું જોઇએ અને ૨૫ ચોરસ મીટર કરતા વધુ ન હોવું જોઇએ. દુકાન ઇમારતના ભોંયતળિયના ભાગની હોવી જોઇએ તેમજ દુકાનની દિવાલો ઇમારતના અન્ય ભાગોથી અલગ હોવી જોઇએ કે જેમાં દુકાનની સ્વતંત્ર પ્રવેશદ્વારા તથા બહાર નીકળવાનો એમ બે માર્ગ હોવા જોઇએ. દુકાન કે જેના ઉપરના માળે રહેઠાણના હેતુ માટે ઉપયોગ કરવામાં આવેલ હોય તેવા સ્થળોએ ન હોવી જોઇએ. દુકાન દાદર નીચે હોવી જોઇએ નહિ કે જેથી આગ અકસ્માત દરમિયાન દુકાનમાંથી માર્ગ રોકાય નહીં. આગને કાબુમાં લેવા માટેના જરૂરી સાધનો જોઇઅ. ૧૫ મીટરની ત્રિજયામાં બીજા કોઇ એવી દુકાન કે સ્થળ હોવા જોઇએ નહીં કે જેમાં દારૂખાનું જલદી સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ થતો હોય. દારૂખાનું નાની દુકાનમાં પરવાનામાં જણાવેલ દારૂખાના સિવાય અન્ય કોઇ ચીજવસ્તુનું વેચાણ કરી શકાશે નહીં. દારૂખાનાની દુકાનની આગળ કેપાછળના ભાગમાં છત કાઢી કપડું કે કંતાન પતરા લગાડી વિસ્તૃત કરી શકાશે નહીં. દુકાનમાં કોઇ વિજ સાધન કે બેટરી , તેલથી સળગતા દિવાની બત્તી કે તેના જેવા કોઇ પણ સાધનો હોવા જોઇએ નહીં કે જે ઉત્પન્ન કરે કે સળગી ઉઠે તથા દુકાનમાં આવેલ બધા વિજ વાયર સંપૂર્ણ રીતે સીલ કરેલા હોવા જોઇએ તેમજ મેઇન સ્વીચ કે સર્કિટ બ્રેકરનો દુકાનની બહાર બાજુએ પ્રબંધ કરવો જોઇએ. દુકાન ઉપર વિગતવાર હોવા અંગેના નકશા સ્થાનિક સંસ્થા પાસે મંજુર કરાવેલ હોવા જોઇએ. નકશામાં એકસ્પ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ની કલમ-૮૬ના પેટાનિયમ -૩ મુજબ દુકાનની સંગ્રહક્ષમતા તેને લગતા આવેલ રોડ તેમજ સલામતિ માટે કરવામાં આવેલ સગવડોની વિગત દર્શાવેલ હોવી જોઇએ. નકશાની ત્રણ પ્રત સામેલ રાખવાની રહેશે. જો દુકાનોની જગ્યા રહેશે. જો દુકાનોની જગ્યા ખુલ્લા પ્લોટમાં હોય તો ગામ/નગર પંચાયત પાસેથી પ્લોટ ભાડે રાખવા અંગે ભાડા પાવતી પણ સામેલ રાખવી તથા કેટલા સમય ભાડે રાખેલ છે તે સમયગાળો ભાડા પાવતીમાં દર્શાવવો. પરવાના ફીની રિવાઇઝ ફી મુજબ ૬૦૦ લાયસન્સ તેમજ ૩૦૦ સ્ક્રુટીની ફી તરીકે સરકારી તિજોરીમાં ૦૦૭૦ એડમીનીસ્ટ્રેટીવ સદરે જમા કરાવી તેનું ચલણ અરજી સાથે સામેલ રાખવાનું રહેશે. ખુલ્લામાં પંચાયતે પડેલા પ્લોટ પર દુકાન કરવા માંગતા અરજદારોએ તે અંગેના તાલુકા વિકાસ અધિકારીએ મંજુર કરેલ પ્લાન સાથે અરજી કરવાની રહેશે તેમજ પ્લોટ ફાળવ્યા અંગે પંચાયતનો જરૂરી દાખલો સામેલ કરવાનો રહેશે. ખુલ્લા મેદાનમાં ટેમ્પરરી શેડમાં દુકાનના સ્થળે ફાયર વર્કસ્ જે શેડમાં રાખવામાં આવે તે જવાલાગ્રાહી ન હોય તેવા મટિરિયલ્સથી બનેલ હોવા જોઇએ કે જે બંધ અને સુરક્ષિત હોવું જોઇએ. જેથી અનઅધિકૃત વ્યક્તિથી સલામત રાખી શકાય. ફાયર વર્કસના વેચાણ અને કબજે રાખવા માટેના શેડસ્ એકબીજાથી ૩ મીટરના અંતરે હોવી જોઇએ તેમજ પ્રતિબંધિત સ્થળથી ૫૦ મીટર દુર હોવી જોઇએ. બે શેડની દુકાનો એકબીજાની સામસામે ન હોવી જોઇએ. તેલથી સળગતા દિવાની બત્તી, ખુલ્લી લાઇટ તથા તેલના દિવાઓ શેડમાં ઉપયોગ કરવો નહિં. જો કોઇ વીજપ્રવાહનો ઉપયોગ કરવામાં આવે તે દિવાલ સાથે અથવા છત પર હોવા જોઇએ. દરેક શેડની સ્વીચો સખ્તાઇથી દિવાલને લાગેલી હોવી જોઇએ તેમજ દરેક શેડની લાઇનને એક માસ્ટર સ્વીચનો પ્રબંધ કરવો જોઇએ. કોઇ પણ શેડના ૫૦ મીટરના અંતરમાં ફાયરવર્કસને પ્રદર્શિત કરવા નહિં. કોઇ પણ શેડસના સમુહમાં ૫૦ દુકાનો કરતાં વધુ રાખી શકાય નહિં. શાળા, કોલેજ, દવાખાનું, સિનેમાઘર, કારખાનાથી ૫૦ મીટર દુર હોવા જોઇએ.મુદત બહાર આવેલ અરજીઓ તથા ઉપરની જરૂરિયાત પૂર્ણ થતી ન હોય તેવી અરજીઓ કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. નિયત અરજી ફોર્મનો નમૂનો કચેરી સમય દરમિયાન અત્રેની કચેરીમાંથી મેળવી લેવા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, બોડેલી તરફથી જણાવાયું છે.

નઈમ

Related posts

Leave a Comment