જામનગર જિલ્લામાં મતદાન મથકથી 100 મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન જામનગર જિલ્લામાં તારીખ 07/05/2024 ના રોજ થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકની આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે તે હેતુથી મતદાન મથકથી 100 મીટરની ત્રિજ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર ચારથી વધુ વ્યક્તિઓને મતદાન મથકોથી 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં એકઠા થવા પર સવારના 07:00 કલાકથી સાંજના 06:00 કલાક સુધી…

Read More

જનરલ ઑબ્ઝર્વર હસમત અલી યાતો અને પોલીસ ઑબ્ઝર્વર ઉત્તપલકુમાર નાસ્કરે જામનગર MCMC સેન્ટરની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, જામનગર     લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પેઇડ ન્યૂઝ અને જાહેરખબરો ઉપર તેમજ સોશિયલ મીડીયા પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન-2 જામનગર ખાતે મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેની 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા જનરલ ઑબ્ઝર્વર હસમત અલી યાતો અને પોલીસ ઑબ્ઝર્વર ઉત્તપલકુમાર નાસ્કરે મુલાકાત લીધી હતી. ઑબ્ઝર્વરઓએ MCMC સેન્ટર ખાતે થઈ રહેલી કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા પર ડિસ્પ્લે થતી જાહેર ખબરો અને તેનું પૂર્વ પ્રમાણીકરણ વગેરે અંગે માર્ગદર્શન પૂરું પાડી નોડલ અધિકારીઓને જરૂરી…

Read More

જામનગર જિલ્લામાં મતદાન મથકોની આસપાસના વિસ્તારો માટે જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી-2024 નું મતદાન જામનગર જિલ્લામાં તારીખ 07/05/2024 ના રોજ થનાર છે. આ ચૂંટણી દરમિયાન મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવારો, તેમના કાર્યકરો કે ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે. મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે, મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન…

Read More

ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેવા ઉમેદવારોના પ્રચારકો, કાર્યકર્તાઓએ તે વિસ્તાર છોડવા અંગેનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, જામનગર       લોકસભા સામાન્ય ચૂંટણી-2024નું મતદાન જામનગર જિલ્લામાં તા.7-05-2024ના રોજ થનાર છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શક સૂચના અનુસાર મતદાન પુરૂ થવાના સમય એટલે કે તા.07-05-2024ના સાંજના 06.00 કલાકથી 48.00 કલાક અગાઉ તા.05-05-2024ના સાંજના 06:00 કલાકથી ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. આ રીતે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તા કે…

Read More

મતદાન મથકમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તથા મતદારો મોબાઈલ ફોન સાથે પ્રવેશ કરી શકશે નહીં

હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન તા. 7-05-2024 ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જામનગર જિલ્લામાં નક્કી થયેલ મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સંબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઈલ ફોન સાથે તારીખ 7-05-2024ના સવારે 7:00 કલાકથી સાંજના…

Read More

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે.પંડયાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ સાધ્યો

૭ મે સવારે ૭ થી…… હિન્દ ન્યુઝ, જામનગર માત્ર સામાન્ય રીતે-૨૦૨૪ સ્થાનિક વિસ્તારના લોકોમાં લોકોમાં મનોરંજક લડાઈ લડાઈ અને કલે અધિકાર બી. કે. પંડના માર્ગદર્શન હેઠળ સ્વીડિપ એક્ટિવિટી અંર્તગત જાણિતા માહિતી કાર્યક્રમોનું ચાલુ થઈ રહ્યું છે. તેના ભાગ માટે લાભાન્તિક સંસ્થા, પુરાતત્વ સંગ્રહ સ્થાનિક સામાજિક મીડિયા ઇન્ફ્લુએર સાથે ચૂંટણીલક્ષી કાર્યક્રમોનું સ્થાનિક અધિકાર સત્તાના સ્થાનિક સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના સામાજિક મીડિયા ઇન્ફ્લિન્સ દ્વારા આધારનું મહત્વ, જાણવા માટે સમયના સમયગાળો જણાવો, એક મત, પરિવાર સાથે કામ કરવા જવું, પ્રથમ વખત કામ કરનાર મહિલાઓની ચર્ચાઓ, વગેરે જેવા મુદ્દાઓ પર…

Read More

સરકારી સિવિલ હોસ્પિટલના ડોક્ટર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    આજરોજ વિશ્વ મેલેરિયા દિવસના અવસરે યોજાયેલ સાયકલ રેલીમાં જોડાયા બાદ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વેરાવળ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે અચાનક તપાસ અર્થે પહોંચ્યા હતાં. કલેક્ટરએ સિવિલ હોસ્પિટલના દરેક વિભાગો અને વોર્ડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન માલુમ પડે અસુવિધાઓ અંગે કલેક્ટરએ સિવિલ હોસ્પિટલના અધિકારી વર્ગને જરૂરી સૂચનાઓ આપી દર્દીઓને કોઇ અગવડ ન પડે તેના પર ભાર મુક્યો હતો. કલેક્ટર એ સિવિલ હોસ્પીટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં નિયમ પ્રમાણે રાઉન્ડ ધ ક્લોક સિક્યૂરીટી રાખવાં, સિવિલ હોસ્પિટલમાં અનધિકૃત લોકો ન આવે, સિવિલ હોસ્પિટલમાં બહારના વાહનો પાર્ક ન થાય,…

Read More

સોમનાથ મંદિર ખાતે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શૉ’ માં સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ઈવેન્ટ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ સંદર્ભે ૧૩-જૂનાગઢ બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થવાનું છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ટીપ નોડલ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં મહત્તમ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) હેઠળ વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે. જે અંતર્ગત દરેક મતદાતા પોતાનો મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે મતદાન વિશે જાગૃત થાય તે માટે રેડિયો જોકી (આર.જે.) સંજુ સાથે સોમનાથ મંદિર ખાતે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શૉ’ માં સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ઈવેન્ટનું…

Read More

વેરાવળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતાં કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સવારે વેરાવળ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. આજે વિશ્વ મેલેરિયા દિવસના ઉપલક્ષમાં યોજાયેલ સાયકલ રેલી અંતર્ગત કલેક્ટર સાયકલ ચલાવતાં-ચલાવતાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે આકસ્મિક રીતે સિવિલ હોસ્પિટલમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સાથે પહોંચીને અચાનક સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓની ચકાસણી કરી હતી. કલેકટરએ સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડની મુલાકાત લઇ અને દવાના સ્ટોક રજિસ્ટ્રર, હોસ્પિટલ સ્ટાફ અને હોસ્પિટલમાં આપવામાં આવતી વિવિધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવીને હોસ્પિટલમાં સ્વચ્છતા સહિતની વિવિધ બાબતોની સમીક્ષા કરી હોસ્પિટલ તંત્રને…

Read More

વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વેરાવળ ચોપાટીથી સિવિલ હોસ્પિટલ સુધી “સાયકલ રેલી” યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     આજે વિશ્વ મેલેરિયા દિવસ છે. આ દિવસને અનુલક્ષીને દેશમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવા માટે અનેક જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. તેને અનુલક્ષીને આજે વેરાવળ ચોપાટી થી લઇને સિવિલ હોસ્પિટલને આવરી લેતી એક સાયકલ રેલીનું આયોજન કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોરહરસિહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. વિશ્વમાં ખાસ કરીને ભારતમાં મેલેરિયાનો ઉપદ્વવ વધુ હોય છે. જેના કારણે બિમારી પણ ફેલાય છે. આ બધા વિશે…

Read More