જામનગર જિલ્લામાં મતદાન મથકથી 100 મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર

     લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન જામનગર જિલ્લામાં તારીખ 07/05/2024 ના રોજ થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકની આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે તે હેતુથી મતદાન મથકથી 100 મીટરની ત્રિજ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.

તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર ચારથી વધુ વ્યક્તિઓને મતદાન મથકોથી 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં એકઠા થવા પર સવારના 07:00 કલાકથી સાંજના 06:00 કલાક સુધી ચાર રસ્તા કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઈએ ભરવા કે બોલાવી શકાશે નહીં. તેમજ સરઘસ કાઢવા પર અને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવા બિનપોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સભ્યો, ગ્રામ રક્ષક દળ, સી.આઈ.એસ.એફ., ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રલ એક્સાઈઝ, એન.સી.સી. વગેરે કે જેઓને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત કરાયેલા હોય તેવી તમામ વ્યક્તિઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

આ ઉપરાંત લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રા, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાર યાદીમાં નોંધાયેલા માન્ય મતદારોની મતદાન સમયેની હરોળ/લાઈનને, પોલીસ અધિક્ષક અથવા તેમણે અધિકૃત કરેલા અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારી કે સંબંધિત તાલુકા મામલતદારએ અધિકૃત કરેલા વ્યક્તિઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં. ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમોનો ભંગ કરનારી કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ સજાને પાત્ર બનશે.

 

 

 

 

 

Related posts

Leave a Comment