હિન્દ ન્યુઝ, અમદાવાદ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026 અંતર્ગત, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકનાઓ દ્વારા આજે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચૂંટણીલક્ષી સુરક્ષા વ્યવસ્થાની મુલાકાત લેવામાં આવી . મતદાન મથકો પર તૈનાત પોલીસ જવાનો અને અધિકારીઓ સાથે વાતચીત કરી, સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું. સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ
Read MoreCategory: Politics
લોકશાહીના પર્વમાં ‘ખાખી’ની સંવેદના:ફરજની સાથે માનવતાનો સંગમ
જિલ્લામાં વૃદ્ધો, દિવ્યાંગો અને અશકતો માટે પોલીસ જવાનો બન્યા ‘શ્રવણ’ હિન્દ ન્યુઝ, દાહોદ લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા, ત્યારે દાહોદ જિલ્લામાં અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર જવાબદારી વચ્ચે પણ દાહોદ પોલીસના જવાનોએ સંવેદનશીલતા દાખવીને દિવ્યાંગ, અશક્ત અને વયોવૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો હતો. ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી અને ભીડ વચ્ચે અનેક પડકારો હતા. ખાસ કરીને ૮૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ મતદારો માટે બૂથ…
Read Moreશોક પર ભારે પડી રાષ્ટ્રભક્તિ: પારસા ગામની મહિલાઓએ સ્થાપ્યું પ્રેરણાદાયી ઉદાહરણ!
હિન્દ ન્યુઝ, માણસા “જન્મ અને મૃત્યુ કુદરતી ક્રમ છે, પણ લોકશાહીને મજબૂત કરવાની તક 5 વર્ષમાં એક જ વાર મળે છે.” માણસા તાલુકાના પારસા ગામની ત્રણ મહિલાઓ— કેતનબેન પટેલ, ભાવનાબેન પટેલ અને લક્ષ્મીબેન પટેલ— એ સાબિત કરી દીધું છે કે ‘રાષ્ટ્રધર્મ’ એ તમામ સામાજિક રિવાજોથી ઉપર છે. શું છે સમગ્ર ઘટના? ગઈકાલે જ પરિવારના વડીલનું નિધન થયું હતું, ઘરમાં ગમગીની અને સૂતકનો માહોલ હતો. અંગત ખોટ અને હૈયામાં આસું હોવા છતાં, આ મહિલાઓએ મક્કમ મનોબળ બતાવ્યું. સામાજિક મર્યાદાઓને બાજુ પર રાખી, તેમણે મતદાન મથકે પહોંચી પોતાનો પવિત્ર મતાધિકાર…
Read Moreખાખીમાં માનવતાની મહેક: જ્યારે પોલીસ બની અશક્ત મતદારોનો સહારો!
હિન્દ ન્યુઝ, માણસા લોકશાહીના મહાપર્વમાં ગાંધીનગરના માણસાથી સામે આવી સેવા અને સુરક્ષાની અદભૂત તસવીર. સામાન્ય રીતે પોલીસ એટલે શિસ્ત અને કડકાઈ, પણ માણસાના મતદાન મથકો પર દ્રશ્યો કંઈક અલગ જ હતા. ચૂંટણીની ફરજ બજાવતા પોલીસ જવાનોએ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પણ **’સેવા’**નો મંત્ર પણ સાર્થક કર્યો છે. ✨ પોસ્ટની ખાસિયતો: સેવા પરમો ધર્મ: અશક્ત, વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને જ્યારે ચાલવામાં મુશ્કેલી પડી, ત્યારે પોલીસ કર્મીઓ ‘સ્વજન’ બનીને વ્હારે આવ્યા. નિષ્ઠાવાન ટીમ: પોલીસ કર્મચારી દેસાઈ અંકિતા કુમાર, મહેન્દ્રસિંહ સોલંકી, અને પંકિત રાઠોડ સહિતની ટીમે વડીલોને હાથ પકડીને અને દિવ્યાંગોની…
Read Moreગાંધીનગર જિલ્લામાં ભરબપોરે આકરો તાપ હોવા છતાં મતદારોના જોશમાં
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં ભરબપોરે આકરો તાપ હોવા છતાં મતદારોના જોશમાં કોઈ જ કમી જોવા મળી રહી નથી. માણસા તાલુકાના હરણાહોડા ગામમાં બપોરના સમયે પણ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યે ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. ગરમીના પડકાર વચ્ચે પણ નાગરિકો જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગરમીને ધ્યાને રાખીને મતદાન મથકો પર શેડ, પીવાના પાણી અને ઓ.આર.એસ.ની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારોને કોઈ અગવડ ન પડે.
Read Moreદાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે દિવ્યાંગોમાં પણ જોવા મળ્યો અનેરો ઉત્સાહ
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લોકશાહીના આ પર્વમાં નિયત મતદાન મથક પર પહોંચીને દિવ્યાંગજનો પણ ઉત્સાહભેર મતદાન કરીને આ લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. જાતે ચાલી ન શકનારા પટેલ છગનભાઇ ધૂળજીભાઈએ સૌની મદદ થકી વ્હીલ ચેર વડે મતદાન મથકે જઈને આજના દિવસે સૌ કામ પડતા મુકીને પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતતા દર્શાવી અન્ય મતદારો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેડિકલ સારવાર દરમિયાન રીએકશન…
Read Moreકાલાવડ ભાજપમાં મોટું ગાબડું: દિગ્ગજ પાટીદાર નેતા નાનજીભાઈ ચોવટીયા ‘આપ’માં જોડાયા
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. કાલાવડ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિખવાદના અંતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક મજબૂત અને દિગ્ગજ પાટીદાર નેતા ગુમાવ્યા છે. કાલાવડ ભાજપના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન નાનજીભાઈ ચોવટીયાએ આજે સત્તાવાર રીતે કેસરિયો ત્યાગી ‘ઝાડુ’ પકડ્યું છે. કાલાવડ ખાતે આયોજિત આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન યાત્રા’ અને વિસાવદર નાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જનસભા દરમિયાન નાનજીભાઈ ચોવટીયાએ આપનો ખેસ ધારણ કર્યો હતો. બહોળી કાર્યકરોની હાજરીમાં ગોપાલ ઇટાલિયાએ તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. ભાજપ…
Read Moreઆજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ SIR (Special Intensive Revision) નું ફોર્મ ભર્યું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ચૂંટણી પંચ દ્વારા SIR (Special Intensive Revision) ની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ રહી છે, જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ફોર્મ ભર્યું. મતદાર યાદીની સુધારણા માટે આ કામગીરી ખૂબ અગત્યની છે. આના લીધે ચૂંટણી અને મતદાનની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શી થશે. અને હા, આ ફોર્મ ભરવું સરળ છે. એટલે આપ સૌ પણ અગ્રતા આપીને આ ફોર્મ ભરશો તેવો ખાસ આગ્રહપૂર્વક અનુરોધ કરું છું. : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવો, SIR ની આ કામગીરીમાં સહયોગ કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં આપણું યોગદાન આપીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
Read Moreજસદણ વોર્ડ નંબર 3મા ખાટલા બેઠક યોજાય
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ શહેર ભાજપ પરિવાર દ્વારા વોર્ડ નંબર ત 3 ખાટલા બેઠક યોજવામા આવી જેમા સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના -૧૧ વર્ષ સંદર્ભે શક્તિ કેન્દ્ર નંબર 3 માં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની સિદ્ધિઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વયવંદના નોંધણી અભિયાન માં 70 વર્ષથી વધુ વયના નાગરિકોને રજીસ્ટ્રેશન વિશે માહિતી આપી. આ તકે જસદણ નગર પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઇ છાયાણી, વોર્ડ નંબર 3 ના સભ્ય ગભરુભાઈ ધાધલ, પુર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ…
Read Moreબગધરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં જયેશભાઈ શીલુએ કરી સરપંચ માટે દાવેદારી
હિન્દ ન્યુઝ, જામજોધપુર જામજોધપુર તાલુકા નાં બગધરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં જયેશભાઈ જેઠાભાઈ શીલુ એમની પેનલ સાથે સરપંચ ની ઉમેદવારી નોંધાવેલ છે. બગધરા નાં જાગૃત મતદારો ઉપર જયેશભાઈ ને વિશ્વાસ છે કે યોગ્યતા ના આધારે મતદાન કરશે અને જયેશભાઈ શીલુ ને જંગી બહુમતી થી વિજય બનાવશે. રિપોર્ટર : વિમલ શીલુ, બગધરા
Read More