ચૂંટણી દરમિયાન પ્રતિબંધિત પીણાનો ઉપયોગ પર પ્રતિબંધ મુકવા અંગે હુકમ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ 

    રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય અને ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ચૂંટણી દરમિયાન દારૂ પી, દંગા ફસાદ કરી લોકોમાં ભયનું વાતાવરણ પેદા ન કરે તે માટે ચૂંટણી દરમિયાન દારૂ તેમજ અન્ય પ્રતિબંધીત પીણાનો ઉપયોગ ન થાય તે માટે તાત્કાલીક જરૂરી પ્રતિબંધક પગલા લેવાની જરૂર જણાય છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા પ્રોહિબીશન અધિનિયમ-૧૯૪૯નાં કાયદાની કલમ-૧૪૨ અન્વયે મળેલ સત્તાની રૂએ ફરમાવવામાં આવ્યું છે કે, ચૂંટણી દરમિયાન દારૂના લાઈસન્સ હોલ્ડર સહિત કોઈએ પર પ્રાંતીય દારૂ કે દેશી દારૂનું કે અન્ય કોઈ પ્રતિબંધી પીણાંનું વેચાણ કે વિતરણ કરવું નહીં. આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ મુંબઈ પ્રોહિબીશન અધિનિયમ-૧૯૪૯ની કલમ ૬૫-એ, ૬૫- ઈ તથા ૬૬-બી મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામુ બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment