બોટાદ નગરપાલિકા દ્વારા ખાલી કોલ્ડ ડ્રિંક્સ કે પાણીની બોટલ પરત કરનાર નાગરિકને પ્રોત્સાહન રૂપે જ્યુટ બેગ આપવામાં આવી

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫

હિન્દ ન્યુઝ, બોટાદ 

     વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક્સન્ડેડ પ્રોડયુસર રિસ્પોન્સિબિલિટી અંતર્ગત કોલ્ડ ડ્રિંક્સ, મિનરલ વોટર વગેરેની ખાલી બોટલો પરત કરનારને વળતર/પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે બોટાદ નગરપાલિકા દ્વારા જ્યુટ બેગ આપવામાં આવી હતી. આ પ્રવૃત્તિ થકી નાગરિકોને સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા સંદેશ અપાયો હતો. આ અવસરે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

Related posts

Leave a Comment