જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા રણછોડપુરા ગ્રામપંચાયતની ઓચિંતી મુલાકાત લેવામાં આવી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર   ગાંધીનગર જિલ્લા પ્રશાસનની સજ્જતા અને વહીવટી પારદર્શિતાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા રણછોડપુરા ગ્રામપંચાયતની ઓચિંતી મુલાકાત લેવામાં આવી.જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોને પ્રશ્નો પુછી તેમના હકારાત્મક સમાધાન કરવા માટે સુચન કર્યુ.   પંચાયત દફતર તપાસણી, વસુલાત, નાણાપંચના કામો, તથા આરોગ્ય વિષયક પ્રશ્નોની ચર્ચા કરી તથા તલાટી કમ મંત્રીને ૧૦૦% સુધી વસુલાત કરવા અને વિકાસના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે બાબતે ફોલોઅપ રાખવા સુચના આપી.    

Read More

જિલ્લાના અગ્રણી ઔદ્યોગિક એસોસિયેશનોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ,    જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને જિલ્લાના અગ્રણી ઔદ્યોગિક એસોસિયેશનોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.  આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ ઉદ્યોગોને લગતા પ્રશ્નો, પડકારો તેમજ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.  કલેક્ટર દ્વારા ઉદ્યોગોના સર્વાંગી વિકાસ અને સ્થાનિક સ્તરે ઉદ્યોગકારોને નડતી સમસ્યાઓના સમયબદ્ધ તેમજ યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Read More

બજારમાં શુદ્ધ અને ઝેરમુક્ત આહાર મળવો એક મોટો પડકાર બન્યો છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    આજે બજારમાં શુદ્ધ અને ઝેરમુક્ત આહાર મળવો એક મોટો પડકાર બન્યો છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. ખાસ કરીને કૃષિમાં પેસ્ટીસાઈડ અને રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગના પરિણામે આરોગ્યની ગંભીર સમસ્યાઓ નવા સ્વરૂપે સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢના એક અનોખા સંગઠને લોકોને ભરોસાપાત્ર, શુદ્ધ, સુરક્ષિત અને ઝેરમુક્ત આહાર પૂરો પાડવાની નેમ ઉપાડી છે. ખેડૂતોના આ સંગઠનની વિશેષતા એ છે કે, આનાથી લોકોને આરોગ્યપ્રદ આહાર તો મળી જ રહ્યો છે, સાથે જ ખેડૂતોએ પણ મક્કમતાથી સમૃદ્ધિ તરફ ડગ માંડ્યા છે. જૂનાગઢ,…

Read More

૭ જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

હિન્દ ન્યુઝ, વલસાડ      ખેતરથી લઈને થાળી સુધીનો ખોરાક સુરક્ષિત રહે અને લોકો બીમારીથી બચી શકે તે માટે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (world food safety day) સમગ્ર વિશ્વમાં તા. ૭ જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી અને દરેક વ્યક્તિને સ્વચ્છ, સલામત અને પૌષ્ટિક ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહે છે. બજારમાં મળતી ખાદ્ય સામગ્રી શુદ્ધ અને આરોગ્ય માટે હાનિકારક ન હોય તેની સંપૂર્ણ દેખરેખ રાખવાની મહત્વપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના શિરે છે. છેલ્લા…

Read More

વલસાડ જિલ્લા ટાસ્ક ફોર્સ ચાઈલ્ડ લેબર ટીમ દ્વારા ઉમરગામ- પારડીમાં દરોડા, ૨૫ બાળ મજૂરોને મુક્ત કરાયા 

હિન્દ ન્યુઝ, વલસાડ      વલસાડ જિલ્લાની બાળ મજુરી નાબૂદી અંગેની ટાસ્ક ફોર્સ ટીમના સભ્યો દ્વારા તા. ૫ અને ૬ જૂનના રોજ ઉમરગામ જીઆઇડીસી અને પારડી જી.આઈ.ડી.સી વિસ્તારમાં ચાઈલ્ડ લેબર નાબુદી અંગેની રેડનું આયોજન કરવામાં આવ્યું હતું.  જિલ્લા બાળ મજુરી નાબુદી અંગેના અધ્યક્ષશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી નિતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ સભ્ય સચિવશ્રી, જી.એમ.ભૂટકા, મદદનીશ શ્રમ આયુક્ત, વલસાડના સુપરવિઝન હેઠળ ટીમના સભ્યો (૧) સરકારી શ્રમ અધિકારી, ઉમરગામ, શ્રી પી.એન.ચોરેરા (૨) સરકારી શ્રમ અધિકારી,વલસાડ, શ્રી એન.બી.પરમાર (૩) જિલ્લા બાળ સુરક્ષા એકમના સભ્યશ્રી, જિજ્ઞેશ એમ.કોંકણી (૪) ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, વલસાડના ઈન્સ્પેક્ટરશ્રી,…

Read More

વલસાડના તિથલ ખાતે સરકારી આયુ. દવાખાના દ્વારા નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ      વલસાડના તિથલ ખાતે આવેલા સરકારી આયુર્વેદીક દવાખાનાના મેડિકલ ઓફિસર ડૉ.ધર્મિષ્ઠા પટેલ દ્વારા સાંઈબાબા મંદિર તિથલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદિક અને નિદાન- સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.     આ કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ગેસ- એસિડિટી, કબજિયાત, મરડો, હરસ-મસા, સાંધાના દુખાવા-ઘસારા, દરેક પ્રકાર વા, નસનો દુઃખાવો, વાળ ખરવા, સ્ત્રીઓની સમસ્યા, માસિકની તકલીફ, શરીર ધોવાવું, શરદી, ખાંસી, દમ, તાવ, માથાનો દુખાવો વગેરે જેવા તમામ રોગોનું નિદાન કરી વિના મૂલ્યે દવા આપવામાં આવી હતી. ૬૦ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.  ૧૨ માં વિશ્વ યોગ દિવસની ૧૦૦…

Read More

ગીરગઢડા ખાતે ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, ગીરગઢડા     જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા તા.૦૪/૦૬/૨૦૨૬ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે, શ્રી સરસ્વતી કોલેજ ગીરગઢડા ખાતે નોકરીદાતાઑ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશ્યિલ મીડિયાના જૂદા-જૂદા માધ્યમથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાં કુલ ૫૮ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણ તેમજ યુનો મિંડા પ્રા. વિથલાપૂર (અમદાવાદ ) નોકરીદાતાના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં. આ પ્રતિનિધિ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટે…

Read More

છોટાઉદેપુરમાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે છોટાઉદેપુર ખાતે RSETI-બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સખી વન સ્ટોપ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ જાતના ઉપયોગી વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને ઉપસ્થિત સૌ નાગરિકોને પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.       RSETI-બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના નિયામક શ્રી સુધાંશુ મોહને જણાવ્યું હતું કે, “પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવામાં વૃક્ષો સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. વર્તમાન સમયમાં વધતા જતા પ્રદૂષણ અને વૈશ્વિક તાપમાન જેવી ગંભીર વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા…

Read More

ગામને સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવા સરકારની ‘પાણીવેરા પ્રોત્સાહક યોજના’ જાહેર

હિન્દ ન્યુઝ, ભુજ     ગ્રામ્યકક્ષાએ પીવાના પાણીની યોજનાઓનું સારી રીતે સંચાલન થાય, પીવાના પાણીનું માળખું મજબૂત બને અને પાણીવેરાની વસૂલાત નિયમિત થાય તે માટે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ‘પાણીવેરા પ્રોત્સાહક યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ સમયસર પાણીવેરો ઉઘરાવીને ગ્રામ પંચાયતોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો છે, જેથી ગામડાઓ પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે સ્વાવલંબી બની શકે. આ યોજના ખાસ કરીને એવા ગામો માટે જાહેર કરવામાં આવી છે, જ્યાં ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં ઈ-ગ્રામ પોર્ટલ મુજબ પાણીવેરાની વસૂલાત ૩૦ ટકા કરતાં ઓછી થઈ…

Read More

અંજારની શ્રી શેઠ ડી.વી સરકારી હાઇસ્કૂલ ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને શહેરના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, અંજાર      આજરોજ અંજારની શ્રી શેઠ ડી.વી સરકારી હાઇસ્કૂલ ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેડિકલ કીટ વિતરણ તેમજ શહેરના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ક્રાંતિ ગણ્યા ગાંઠિયા લોકો જ કરતા હોય છે, ત્યારે અંજારના આ તેજસ્વી તારલા ક્રાંતિ સર્જીને ઉજ્જવળ ભારતના ભવિષ્યમાં સહભાગી બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અંજાર તાલુકાને ત્રણ નવી કોલેજ મળી છે જેના થકી વિદ્યાર્થીઓની શિક્ષણની ભૂખ સંતોષાશે. તેમણે આ પ્રસંગે ટ્રસ્ટને તેમજ દાતાશ્રીઓને તેજસ્વી વિદ્યાર્થીઓને…

Read More