જિલ્લાના અગ્રણી ઔદ્યોગિક એસોસિયેશનોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ,

   જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને જિલ્લાના અગ્રણી ઔદ્યોગિક એસોસિયેશનોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. 

આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ ઉદ્યોગોને લગતા પ્રશ્નો, પડકારો તેમજ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 

કલેક્ટર દ્વારા ઉદ્યોગોના સર્વાંગી વિકાસ અને સ્થાનિક સ્તરે ઉદ્યોગકારોને નડતી સમસ્યાઓના સમયબદ્ધ તેમજ યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment