હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ જાતે પાણીમાં ઉતરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો.
મુખ્યમંત્રીએ રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચનાઓ આપી.
