હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલ તાલુકાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તમામ તૈયારીઓનો તાગ મેળવવામાં આવ્યો હતો.
📌 બેઠકના મુખ્ય મુદ્દા અને તંત્રના આદેશો
સંકટ સમયે હેડક્વાર્ટર છોડવા પર મનાઈ: ડિઝાસ્ટર મેનેજમેન્ટ દરમિયાન કોઈ પણ અધિકારી કે કર્મચારી હેડક્વાર્ટર છોડી શકશે નહીં.
સુરક્ષિત સ્થળાંતર: નીચાણવાળા વિસ્તારો અને જર્જરિત મકાનોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના.
ઇમરજન્સી બેકઅપ: જેસીબી, કટર મશીન અને ટ્રેક્ટર જેવાં સંસાધનોનું એક્સ્ટ્રા બેકઅપ તેમજ એજન્સીઓ/માલિકોના સંપર્ક નંબરની યાદી તૈયાર.
સુરક્ષા અને બચાવ કામગીરી:
જોખમી નદી-તળાવ અને બંધ રસ્તાઓ પર તાત્કાલિક બેરિકેટિંગ.
જરૂરિયાત મુજબ તરવૈયાઓને સ્ટેન્ડ-બાય રાખવા.
વન વિભાગ દ્વારા સાપ/જીવજંતુ રેસ્ક્યુ માટે ખાસ ટીમ તૈનાત.
ફાયર, પોલીસ, UGVCL અને R&B વિભાગને સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગના નિર્દેશ.
💬 “ડિઝાસ્ટર એ કોઈ એક વ્યક્તિ કે વિભાગની જવાબદારી નથી, પરંતુ આવી વિકટ કુદરતી પરિસ્થિતિમાં દરેક અધિકારી અને કર્મચારીએ પરસ્પર સંકલન જાળવીને ‘ટીમ વર્ક’થી કાર્ય કરવાનું રહે છે.” – રવિન્દ્ર ખતાલે (જિલ્લા કલેક્ટર, ગાંધીનગર)
