હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘ધ સિટીઝનશીપ એક્ટ, ૧૯૫૫’ અંતર્ગત ભારતીય નાગરિકત્વ મેળવવા ઈચ્છતા અરજદારોને જિલ્લા કલેકટર દ્વારા વિધિવત રીતે શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વ્યક્તિઓએ ભારતના બંધારણ પ્રત્યે અતૂટ નિષ્ઠા જાળવવા, સ્થાપિત કાયદાઓનું સન્માનપૂર્વક પાલન કરવા તેમજ ભારતના એક જવાબદાર અને ગૌરવશાળી નાગરિક તરીકે પોતાની ફરજોનું પ્રમાણિકતાથી વહન કરવાના ગૌરવપૂર્ણ શપથ ગ્રહણ કર્યા હતા.
Read MoreDay: September 8, 2026
તારીખ ૯ સપ્ટેમ્બર થી ડાંગ જિલ્લામાં પોષણ માસનો શુભારંભ
હિન્દ ન્યુઝ, ડાંગ તા. ૦૯મી, સપ્ટેમબરના રોજથી સમગ્ર દેશની જેમ ડાંગ જિલ્લામાં પણ પોષણ માસનો શુભારંભ થશે. રાષ્ટ્રીય પોષણ માસના સુચારૂ આયોજન અંગે ડાંગ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. તા. ૦૯મી, સપ્ટેમબરથી તા. ૦૮મી, ઓકટોબર સુધી યોજાનારા રાષ્ટ્રીય પોષણ માસના કાર્યક્રમનું આયોજન સુચારૂ રીતે થાય એ માટે જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલાએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આગામી એક માસ સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન દરેક વિભાગે તેમને સોંપવામાં આવેલી કામગીરી ગંભીરતાથી કરવાની રહેશે. આ ઉપરાંત તેમણે…
Read Moreવિકાસ અને વિશ્વાસનો ઐતિહાસિક ત્રિવેણી સંગમ: વડોદરાના આંગણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ‘સેવા-સ્વચ્છતાથી સ્વાગત’
હિન્દ ન્યુઝ, વડોદરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં ₹35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું આપણે લોકો અને સામાનને વધુ ઝડપથી પહોંચાડવા, નવી તકો ઊભી કરવા અને આર્થિક વૃદ્ધિને બળ આપવા માટે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહ્યા છીએ: પ્રધાનમંત્રી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર એ ઝડપથી વિકસતા ભારતની જીવનરેખા છે: પ્રધાનમંત્રી ચિપ્સથી લઈને શિપ્સ સુધી, ભારત હવે એક નવું ઉત્પાદન ભવિષ્ય બનાવી રહ્યું છે: પ્રધાનમંત્રી :: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :: – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં અશક્ય લાગતા પ્રોજેક્ટ્સ પણ ઝડપથી સાકાર થાય છે – ગુજરાત અને વડોદરાને…
Read Moreશ્રાવણ કૃષ્ણ એકાદશી અને સોમવારના પાવન સંગમે સોમનાથ મહાદેવને અલૌકિક ‘વૈષ્ણવ દર્શન શૃંગાર’
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તથા સોમવારના પવિત્ર ‘હરિ-હર’ સંયોગ નિમિત્તે દેવાધિદેવ સોમનાથ મહાદેવને અલૌકિક વૈષ્ણવ દર્શન શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ પાવન શૃંગાર શૈવ અને વૈષ્ણવ પરંપરાના દિવ્ય એકાત્મભાવનું અનોખું પ્રતીક બન્યો હતો. એકાદશીના પવિત્ર દિને જ્યોતિર્લિંગ સમક્ષ શ્રીગોવર્ધનનાથજી (શ્રીનાથજી પ્રભુ)નું મનોહર સ્વરૂપ કંડારવામાં આવ્યું હતું, જેમાં શ્રી યમુના મહારાણીજી તથા શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપોની ઝાંખી પણ શૃંગારમાં દર્શનીય બની હતી. સનાતન ધર્મની ‘વૈવિધ્યમાં એકતા’ની ભાવનાને ઉજાગર કરતા આ અલૌકિક શૃંગારના દર્શન કરી હજારો ભાવિક…
Read More