સેવા મેરા યોગદાન અંતર્ગત ઉના વૃદ્ધાશ્રમમાં ફ્રૂટ અને ધાબળા વિતરણ કરાયા

સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન વિશેષ. સેવા સંકલ્પ અભિયાન ના ભાગરૂપે સેવા મેરા યોગદાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓની ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં ઉના ખાતે વૃધ્ધ કલ્યાણ સંસ્થા આશ્રય વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ફ્રૂટ કીટ તથા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યમાં મામલતદાર ઉના, જિલ્લા સમાજ સુરક્ષાના અધિકારી તેમજ ધારાસભ્યના કાર્યાલયમાંથી પ્રતિનિધિ સહિત અગ્રણીઓ જોડાયા હતાં.

Read More

સૂત્રાપાડા ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સૂત્રાપાડા ચ્યવન ઋષિ આશ્રમ ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબેન બાંભણિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન ધનવન્તરીનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કેમ્પ મારફતે વૃદ્ધાવસ્થામાં આરોગ્ય કાળજી, આરોગ્યલક્ષી પ્રશ્નોમાં આયુર્વેદ-હોમિયોપેથી સારવાર અને માર્ગદર્શન, સાયટિકા તેમજ જૂના સાંધાના રોગોમાં તાત્કાલીક લાભકારક અગ્નિકર્મ ચિકિત્સા, આયુર્વેદ અનુસાર જીવનશૈલી અપનાવી અને ખાવા-પીવાની ભોજનલક્ષી સાચી રીત તેમજ યોગાભ્યાસ દ્વારા તંદુરસ્ત રહેવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયુષ નિદાન સારવાર કેમ્પમાં ગેસ,…

Read More