ગારીયાધાર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ૬૮૦ લાભાર્થીઓનો નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો….

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગત તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) ના સહયોગથી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના ઉપસ્થિતિમાં ૬૮૦ વયોવૃદ્ધ લાભાર્થીઓને રૂપિયા ૬૧ લાખથી વધુના નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કેમ્પ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના એમ.ડી. પટેલ હાઈસ્કૂલ , ગારીયાધાર ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કુશળ નેતૃત્વમાં અનેક જન કલ્યાણકારી યોજનાઓ ધરાતલ પર ઉતરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એ સૂત્રને સાર્થક કરતા…

Read More