વિરમગામ સોંકલી પ્લેટિનિયમ પ્રા.લિમિટેડ કંપની મા કામ કરતા મજુર ની સારવાર માટે કંપની ના બેદરકારી

હિન્દ ન્યૂઝ, વિરમગામ

વિરમગામ સોંકલી પ્લેટિનિયમ કંપનીમાં કામ કરતા મજૂર જ્ઞાનેન્દ્ર સાગર ની અચાનક તબિયત ખરાબ થતાં વિરમગામ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. પરંતુ અા કામદાર સાથે કંપની નાં કોઈ પણ વ્યક્તિ સાથે ન હતા. મજૂર ની તબીયત સિરિયસ હોવા છતા તેવામાં જખવડા ના સરપંચ મનોજસિંહ ગોહિલને આ વાતની જાણ થતાં તેવો ઘટના સ્થળે પહોંચી આવ્યા. તેવોને ડોકટરે જણાવ્યું કે જ્ઞાનેન્દ્ર ની તબિયત બહુ ખરાબ હોવાથી અમદાવાદ વધુ સારવાર અર્થે મોકલવા પડશે. જેથી કંપની ના માલિક અને મેનેજર ને ફોન કરેલ પરંતું કોઈ જવાબ ન મળતાં તેમને વિરમગામ ટીડીઓ અને નાયબ મામલતદાર ને જાણ કરી અને સરપંચ, તલાટી ને પણ જાણ કરાઈ. તલાટી સુરેશભાઈ ભગોર વારદાત પર પહોંચ્યા અને જખવાડા સરપંચ મનોજસિંહ ગોહેલ આ વ્યક્તિ ને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી. શું આ પ્લેટીનિયમ કંપની ના માલિક સામે તંત્ર કાર્યવાહી કરશે કે શું ? એ હવે જોઉં રહ્યું.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment