જામનગર શહેરનું ૬૦- એ.કે.દોશી મહિલા કોલેજ આદર્શ મતદાન મથક બન્યું લોકોના આકર્ષણનું કેન્દ્ર

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં સવારના ૭ વાગ્યાથી જ લોકો મતદાન કરવા પહોચી રહ્યા છે. ત્યારે ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૦-એ.કે.દોશી મહિલા કોલેજ જામનગર ખાતે રામસર સાઇટનો દરરજો ધરાવતા ખીજડીયા પક્ષી અભ્યારણ્યની થીમ પરનું આદર્શ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. આ આદર્શ મતદાન મથક પર ખીજડિયા પક્ષી અભ્યારણ્યના આકર્ષક ફોટાઓ, અહીં જોવા મળતા પક્ષીઓ અને તેમના વિશેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગુજરાતનાં 23 અભ્યારણ્યો પૈકી જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૦૦ થી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. પ્રવાસન વિભાગ દ્વારા ખીજડીયા ગામને સિલ્વર કેટેગરી અંતર્ગત ‘બેસ્ટ…

Read More

મહિલાઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું જામનગરની વિશ્વ વિખ્યાત બાંધણીની થીમ આધારિત આદર્શ મતદાન મથક

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં કુલ ૧૨૪૭ મતદાન મથકો છે જે પૈકી સાત મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાંથી ૭૯- જામનગર દક્ષિણ વિધાનસભામાં સમાવિષ્ટ ૩-જામનગર (કૃષ્ણનગર મેઈન રોડ) શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય ખાતે આદર્શ મતદાન મથકમાં જામનગરની પ્રખ્યાત બાંધણીની થીમ રાખવામાં આવી છે. અહીં મતદાન આપવા આવેલા નિર્મળાબેને જણાવ્યું હતું કે, મતદાન મથક ઉપર દીવાલોમાં રંગબેરંગી બાંધણીઓ જોઈને મને ઘણો આનંદ થયો છે. જામનગરનો જુનામાં જૂનો બાંધણી ઉદ્યોગએ જામનગરની આગવી ઓળખ છે. જામનગરની ઘણી મહિલાઓ બાંધણીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. અને જામનગરની દરેક મહિલાઓ પાસે બાંધણી…

Read More

74-લાલપુર આદર્શ મતદાન મથક ખાતે લોકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી છાસ વિતરણનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં મતદાન મથકો ખાતે લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે જે તે સેન્ટર પર છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા, પંખાઓ, ઓઆરએસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે જામનગર જિલ્લાના 74-લાલપુર-4 એલ.એલ.એ. મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ આદર્શ મતદાન મથક ખાતે લોકોને ગરમીથી રાહત મળી રહે તે હેતુથી છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. બપોરના સમયે પણ લોકો મતદાન કરવા પહોંચ્યા છે. અને મત આપવા આવી રહેલ તમામ લોકોને છાસ પીવડાવવામાં આવી રહી છે. તંત્રના આ અભિગમને લોકો પણ આવકારી રહ્યા છે.  

Read More

જામનગરવાસીઓએ મતદાન કર્યું હશે તો હોટલ- રેસ્ટોરન્ટમાં મળશે 10%ડિસ્કાઉન્ટ

હિન્દ ન્યુઝ, જામનગર     સમગ્ર ગુજરાતમાં 7 મે સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થશે. ત્યારે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી અનેક મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જામનગર જિલ્લાના લોકો પણ વધું વધુ મતદાન કરે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી બી. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં લોકોને મતદાન અંગે જાગૃત કરવા તેમજ લોકો અવશ્ય મતદાન કરે તે માટે પ્રેરિત કરવાના આશયથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગરના વિવિધ એસોસિએશન અને વેપારીઓ વિવિધ…

Read More

ધ્રોલ, કાલાવડ અને જામનગર શહેરના 350 જેટલા હોમગાર્ડસ જવાનોએ બેલેટ પેપર વડે મતદાન કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર    લોકસભા સામાન્ય ચુંટણી- 2024 અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા હોમગાર્ડસ કચેરી તેમજ અન્ય કચેરીઓના કર્મયોગીઓને ચુંટણી ફરજ માટે વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન તળે ચુંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીગણ તેમનો કિંમતી મત સમયસર પહોંચાડી શકે તે હેતુથી બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના અનુસંધાને ધ્રોલ, કાલાવડ અને જામનગર શહેરના 350 જેટલા હોમગાર્ડસ સદસ્યોએ બેલેટ પેપર વડે મતદાન કર્યું હતું. જ્યારે બાકીના હોમગાર્ડસ સદસ્યો EDC ના માધ્યમથી…

Read More

મતદાતા તથા કર્મચારીઓની આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ગુજરાત લોકસભા ચૂંટણી -૨૦૨૪ અન્વયે ગીર સોમનાથ જિલ્લાના મતદાન મથકો પર મતદાન માટે આવનાર મતદાતાઓ તથા ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ અધિકારીઓ/ કર્મચારીઓને આરોગ્ય સંબંધી તકલીફ ન પડે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોમાં આરોગ્ય કર્મચારીઓ, આશાબહેનો સહિતની ટીમ તમામ મતદાન મથકો પર પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એડ કીટ સાથે સજ્જ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટાફ દ્રારા મતદાતા તથા કર્મચારીઓની આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર માટે તત્પર છે. તમામ મતદાન મથક પર મેડિકલ ટીમ સાથે કર્મચારીઓ વ્હીકલ સાથે ખડેપગે છે. મતદાતા તથા ચૂંટણીલક્ષી કામગીરીમાં…

Read More

કદવાર જેમાં આવવાનું મન થશે વારંવાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા મતદાન મથકો ઉપર પ્રાથમિક સુવિધાઓનો પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને હવામાન ખાતાની હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ મતદાન મથક ઉપર છાંયડો, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, બેસવા માટે બેન્ચ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મતદાન મથક પર મતદાન કરવા આવનાર મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ કાળજી લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામના મતદાર કાનજીભાઈ ખૂંટડે આ અંગે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ દ્રારા અમારા ગામના…

Read More

જિલ્લામાં ચાર આદર્શ મતદાન મથક ઉભા કરાયા

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ   જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ મતદાતોઓની વિવિધ સુવિધાઓથી સજ્જ ચાર આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવ્યાં છે. મનસુખભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, હું વીસ વર્ષથી મતદાન કરુ છું. આ વખતે આદિત્ય બિરલા સ્કુલ શિવજી નગર ખાતે સુશોભીત આદર્શ મતદાન મથક શણગારવામાં આવ્યું છે. અહિ મતદાન કરવા આવતા લગ્ન જેવો માહોલ લાગે છે. જે અમારા જેવા અનેક મતદાતાઓને આકર્ષે છે. વધુમાં તેઓએ લોકોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે,જિલ્લામાં વેરાવળ,મોરાસા,દુદાણા અને ઉના ખાતે આદર્શ મતદાન મથક તૈયાર કરાયા છે.આ આદર્શ મતદાન…

Read More

દરિયામાંથી આવી મતદાન કરતા માછીમારો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ગીર સોમનાથ જિલ્લાના મતદાન મથકો ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાની જવાબદારી સમજી મતદાન કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને વેરાવળના ભીડિયા બંદર વિસ્તારમાં માછીમાર સમુદાય સૌથી વધારે રહેતો હોય, ત્યારે આ માછીમાર સમુદાયના લોકો દરિયામાંથી આવી મતદાન કરી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. જેમાં કાર્તિકભાઈ એ દરિયામાંથી આવી પોતાનો મત આપી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા. માછીમાર કાર્તિકભાઈ જણાવ્યું હતું કે, હું માછીમારીના ધંધા સાથે સંકળાયેલો છું. આથી મોટાભાગે દરિયામાં ફિશિંગમાં હોય છે. પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને મતદાન કરવું જરૂરી…

Read More

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે ફ્રી પીકઅપ અને ડ્રોપ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે

હિન્દ ન્યુઝ, મહિસાગર  સમગ્ર ગુજરાતની સાથે આજે મહીસાગર જિલ્લામાં પણ મતદાન યોજાઇ રહ્યું છે. મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ સવારથી મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા ચુંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૮૫ થી વધુ ઉમરના, દિવ્યાંગ મતદારો, અશક્ત મતદારો અને બીમાર મતદારો માટે ફ્રી પીક અપ અને ડ્રોપ સુવિધા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી. રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર  

Read More