જિલ્લામાં ચાર આદર્શ મતદાન મથક ઉભા કરાયા

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ મતદાતોઓની વિવિધ સુવિધાઓથી સજ્જ ચાર આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવ્યાં છે.

મનસુખભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, હું વીસ વર્ષથી મતદાન કરુ છું. આ વખતે આદિત્ય બિરલા સ્કુલ શિવજી નગર ખાતે સુશોભીત આદર્શ મતદાન મથક શણગારવામાં આવ્યું છે. અહિ મતદાન કરવા આવતા લગ્ન જેવો માહોલ લાગે છે. જે અમારા જેવા અનેક મતદાતાઓને આકર્ષે છે. વધુમાં તેઓએ લોકોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે,જિલ્લામાં વેરાવળ,મોરાસા,દુદાણા અને ઉના ખાતે આદર્શ મતદાન મથક તૈયાર કરાયા છે.આ આદર્શ મતદાન મથક વિસ્તારમાં સ્થાનિકે દાંડી પિટાવી મતદાન જાગૃતિ તેમજ મોડેલ બુથનો પ્રચાર કરવામાં પણ આવ્યો છે. તેમજ હિટવેવને ધ્યાને રાખી બુથ પર મેડીકલ ટીમનો સ્ટોલની સુવિધા રાખવામાં આવી હતી.

બાળકો સાથે મતદાન કરવા આવનાર મહિલાઓ માટે ઘોડીયાઘરની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.તેમજ પુરૂષ તથા સ્ત્રી મતદારો માટે અલગ-અલગ વેઇટીંગ રૂમ/પ્લેસ અને શેડ તથા ખુરશીઓ સાથે બેઠક વ્યવસ્થા કરાઈ અને વિવિધ કલર / રંગોળી / પોસ્ટર્સ-બેનર્સ લગાવવામાં તેમજ સ્વચ્છ રેડ કાર્પેટ બીછાવવામાં આવી હતી.

તદુપરાંત દિવ્યાંગ મતદારો માટે અલગ ટોઇલેટ તેમજ વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મતદારોને તમામ માહિતી મળી રહે તે મુજબના સાઇન બોર્ડસ અને તમામ પોલિંગ સ્ટાફ સફેદ કલરના ટી શર્ટ તથા ECI ના લોગોવાળા (ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ) બેઝ સાથે ફરજ પર બજાવી હતી.

Related posts

Leave a Comment