કદવાર જેમાં આવવાનું મન થશે વારંવાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા મતદાન મથકો ઉપર પ્રાથમિક સુવિધાઓનો પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને હવામાન ખાતાની હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ મતદાન મથક ઉપર છાંયડો, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, બેસવા માટે બેન્ચ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

મતદાન મથક પર મતદાન કરવા આવનાર મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ કાળજી લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામના મતદાર કાનજીભાઈ ખૂંટડે આ અંગે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ દ્રારા અમારા ગામના મતદાન મથકો ઉપર છાંયડા માટે મંડપો બાંધવામાં આવ્યાં છે. તો પીવાના પાણી માટે શુદ્ધ આર.ઓ.ના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જ બેસવા માટે બેન્ક સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે તેનાથી મારા ગામના મતદારો ખૂબ જ ખુશ છે.

હીટવેવને ધ્યાને લઈને ચૂંટણીપંચ દ્વારા વિવિધ મતદાન મથકો ઉપર પીવાના પાણીની સુવિધા તેમજ છાંયડા માટે મંડપ ઊભા કરવામાં આવ્યા છે. જેના કારણે લોકો હીટવેવની અસરથી બચીને શાંતિથી મતદાન કરી શકે છે.

ચૂંટણીપંચની આ સુવિધાઓને ધ્યાનમાં લઈને મતદારોએ પણ રાહત અનુભવી હતી અને મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે આવ્યાં હતાં. આ સુવિધા ઉભી કરવા માટે તેમણે ચૂંટણી પંચનો આભાર માન્યો હતો.

Related posts

Leave a Comment