હિન્દ ન્યુઝ, દાહોદ
જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આંગણવાડી કાર્યક્રર બહેનો અને તેડાઘર બહેનોની ગ્રીવન્સ કમીટીની બેઠક યોજાઈ હતી
આ બેઠકમાં આંગણવાડી કાર્યક્રર અને તેડાઘર બહેનોના પ્રતિનિધિ દ્વારા વિવિધ મુદ્દાઓ આંગણવાડી કાર્યક્રર બહેનોના ગેજ્યુટીના પડતર કેસો આધાર કાર્ડના પ્રશ્નો પોષણ ટ્રેક્ટ એપ્લીકેશનમા ટેક્નિકલ સમસ્યા એમ.એમ વાય યોજનાના સ્ટોકના પ્રશ્નો બિલોના પ્રશ્નો સહિત મુદાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી
જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ દાહોદ જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ ને દિન ૭ માં તમામ પ્રશ્નોનુ નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી.
આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનોને શ્રેષ્ઠ કામગીરી બદલે જિલ્લા અને તાલુકા સન્માનિત કરવામાં આવશે, જેથી અન્ય કાર્યકર્તા પણ પોતાના આંગણવાડી કેન્દ્રના બાળકોને તંદુરસ્ત કરવા માટે પ્રોત્સાહિત બનશે.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ. ઇરાબેન ચૌહાણ એ જમશે દાહોદ, ભણશે દાહોદ, રમશે દાહોદ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણના દૈનિક અભ્યાસક્રમની થીમ મુજબના વીડિયો દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકર દ્વારા બનાવામાં આવે અને તેનો સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.
આંગણવાડી કેન્દ્ર દૈનિક ધોરણે 6 કલાક ચાલે અને દૈનિક સમયપત્રક મુજબ પ્રવૃતિઓ થાય તેના મોનેટરીંગ માટે સુપોષિત દાહોદ પોર્ટલ પર દરેક આંગણવાડી કાર્યકર દ્વારા એન્ટ્રી કરવામાં આવે તેમ જણાવેલ છે.
આંગણવાડીના લાભાર્થીઓના કવરેજ વધારવા માટે વધુમાં વધુ લાભાર્થીની આઇસીડીએસ હેઠળ નોંધણી થાય તે સુનિશ્ચિત કરવા સીડીપીઓને સૂચના આપેલ છે. જિલા વિકાસ અધિકારી સ્મિત લોઢા દ્વારા આઇસીડીએસની વિવિધ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવી શા માટે મહત્વની છે તે વિશે માર્ગદર્શન સહિત જાણકારી આપવામાં આવી હતી.
આ દરમ્યાન જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ઈરા ચૌહાણ, સહિત દાહોદ જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ ઉપસ્થિત રહ્યા હતા.
