ગાંધીનગર ખાતે ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ભારત સરકારના MeitY અંતર્ગત ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિણી’ના સંયુક્ત ઉપક્રમે ‘ભાષિણી રાજ્યમ્ – ગુજરાત ચેપ્ટર’ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ભારત સરકારના MeitY અંતર્ગત ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિણી’ના સંયુક્ત ઉપક્રમે ‘ભાષિણી રાજ્યમ્ – ગુજરાત ચેપ્ટર’ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું સફળ આયોજન કરાયું. આ પ્રસંગે મંત્રીએ ‘અક્ષર દ્રષ્ટિ’ પોર્ટલનું લોન્ચિંગ કર્યું.

   આ સમગ્ર વર્કશોપ દરમિયાન સરકારી સેવાઓમાં ભાષાંતરની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે વધારવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું; આ પ્રસંગે મંત્રીએ કહ્યું કે AI આધારિત ‘ભાષિણી’ પોર્ટલ થકી ગુજરાત સરકારની વેબસાઈટ અને પરિપત્રોને પણ અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી શક્યા છીએ.

     કેન્દ્ર સરકારના MeitY દ્વારા ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ શરૂ કરાયેલ ભાષિણી ભાષાંતર, અવાજ આધારિત સેવા અને બહુભાષી AI સુવિધાઓ માટે એક સામાન્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડે છે : મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા

Related posts

Leave a Comment