હિન્દ ન્યુઝ, પંચમહાલ
આજરોજ પંચમહાલ પોલીસ દ્વારા શ્રી શામળાજી હોમિયોપેથિક કોલેજ ખાતે મહિલા અને બાળ સુરક્ષા તેમજ સાયબર જાગૃતિ અંગે વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં Women & Child Sakhi One Stop Centre, She Team, IUCAW, Cyber Crime Cell, Women Support Centre, Mahila Police Station અને Traffic Police દ્વારા સંયુક્ત રીતે ભાગ લેવામાં આવ્યો.
વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ, મહિલા અને બાળ સુરક્ષા સંબંધિત કાયદાકીય માહિતી તેમજ સમાજમાં સકારાત્મક સુધારા લાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સાયબર ક્રાઈમ અંગે ઈ-મેઇલ સ્પૂફિંગ, 0-ક્લિક ફ્રોડ, ફાઇનાન્સિયલ ફ્રોડ અને સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડી બાબતે વિગતવાર સમજ આપવામાં આવી.
આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું પાલન, નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTV મોનિટરિંગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી અને ટ્રાફિક નિયમોનો ભંગ ન કરવા અપીલ કરવામાં આવી.
