હિન્દ ન્યુઝ, વડોદરા
ગુજરાતની ધરતીમાંથી ઉગેલી અને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં બાયો કેમિસ્ટ્રીનો અભ્યાસ કરનાર કર્નલ સોફિયા કુરેશી આજે દેશની રક્ષા માટે એક પ્રેરણાદાયી નામ છે.
🚩 ભારતીય સેના સાથે જોડાઈને Corps of Signalsમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર સોફિયા એ ન માત્ર એક યોધ્ધા છે, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ માટે પણ કાર્યરત રહ્યા છે.
🌍 યુ.એન. પીસકીપિંગ મિશન હેઠળ કોંગોમાં તૈનાત રહીને માનવીય સેવા આપી, તો બીજી તરફ ASEAN દેશોની એક્સરસાઈઝ ‘FORCE 18’માં ભારતનું નેતૃત્વ કરનારી તેઓ પહેલી મહિલા કમાન્ડર બન્યા — 18 દેશોમાંથી એકમાત્ર મહિલા!
💪 “ઓપરેશન સિંદૂર” ની સફળતા અંગે મીડિયાને સંબોધતા, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે દેશના રક્ષણ માટે સેનાની વ્યૂહરચનાઓ રજૂ કરી. આ બે મહિલા સેનાનાયકો ભારતના શૌર્ય અને સમર્પણની જીવતી મિસાલ છે.
