મતદાતા તથા કર્મચારીઓની આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   ગુજરાત લોકસભા ચૂંટણી -૨૦૨૪ અન્વયે ગીર સોમનાથ જિલ્લાના મતદાન મથકો પર મતદાન માટે આવનાર મતદાતાઓ તથા ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ અધિકારીઓ/ કર્મચારીઓને આરોગ્ય સંબંધી તકલીફ ન પડે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોમાં આરોગ્ય કર્મચારીઓ, આશાબહેનો સહિતની ટીમ તમામ મતદાન મથકો પર પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એડ કીટ સાથે સજ્જ કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટાફ દ્રારા મતદાતા તથા કર્મચારીઓની આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર માટે તત્પર છે. તમામ મતદાન મથક પર મેડિકલ ટીમ સાથે કર્મચારીઓ વ્હીકલ સાથે ખડેપગે છે. મતદાતા તથા ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાનાર અધિકારી/કર્મચારીઓ માટે જિલ્લામાં ૧૦૮ તથા આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ વ્હીકલ તૈયાર રાખવામાં આવી છે. મતદાન મથકો ઉપર વ્હીકલ ચેરની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલ કર્મચારી/અધિકારીઓ માટે હોસ્પિટલો સાથે કેસલેસ સારવાર માટે તૈયારી રાખવામાં આવી છે.

Related posts

Leave a Comment