ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેવા ઉમેદવારોના પ્રચારકો, કાર્યકર્તાઓએ તે વિસ્તાર છોડવા અંગેનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, જામનગર 

     લોકસભા સામાન્ય ચૂંટણી-2024નું મતદાન જામનગર જિલ્લામાં તા.7-05-2024ના રોજ થનાર છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શક સૂચના અનુસાર મતદાન પુરૂ થવાના સમય એટલે કે તા.07-05-2024ના સાંજના 06.00 કલાકથી 48.00 કલાક અગાઉ તા.05-05-2024ના સાંજના 06:00 કલાકથી ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. આ રીતે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તા કે જેઓ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું રહે છે.

જે અંગે જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જરૂરી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

જે મુજબ કલમ 144 હેઠળ જામનગર જિલ્લામાં તમામ પાંચ વિધાનસભા મતદાર વિભાગોમાં મતદાન પૂરું થવાના સમયના 48.00 કલાક અગાઉ એટલે કે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તાઓ કે જેઓ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું રહેશે.

ઉમેદવારોના ચૂંટણી એજન્ટોને આ હુકમ લાગુ પડશે નહિ. પરંતુ તેઓએ ચૂંટણી એજન્ટ હોવા અંગેનો આધાર સાથે રાખવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

 

 

 

Related posts

Leave a Comment