ગીર સોમનાથ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાની મહિલાઓ વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર પોતાની સહભાગીતા નોંધાવે તેવા ઉમદા આશયથી જિલ્લામાં વિવિધ સ્થળોએ ૨૮ ખાસ સખી મતદાન મથક ઉભા કરવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા વિવિધ થીમ આધારિત મતદાન મથકો ઉભા કરીને લોકોને વધુમાં વધુ મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. તેના ઉપલક્ષ્યમાં જિલ્લામાં વેરાવળ તાલુકામાં ૭ સખી મતદાન બૂથ, તાલાલા તાલુકામાં ૭ સખી મતદાન બૂથ, કોડિનાર તાલુકામાં ૭ સખી…
Read MoreDay: May 2, 2024
છોટાઉદેપુર ખાતે આગામી તા.૫ મે ના રોજ મતદાન જાગૃતિ અર્થે ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર દ્વારા વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેમજ મતદાન કરવાનો ઉત્સાહ વધે તે માટે આગામી તા.૦૫/૦૫/૨૦૨૪ ના રોજ સવારે ૦૬-૩૦ કલાકે એસ.એફ.હાઈસ્કૂલ, છોટાઉદેપુર ખાતે ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.…
Read Moreછોટાઉદેપુર જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓ ખાતે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જિલ્લામાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓ ખાતે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું હતું. જે અંતર્ગત નાયબ પશુપાલન અધિકારી ડૉ.સ્નેહલ પટેલના માર્ગદર્શન હેઠળ દૂધ ઉત્પાદક મંડળીઓ ખાતે દૂધ આપવા આવતા દૂધ ઉત્પાદકોએ સહી કરીને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં પરવાનગી વિના સભા, સરઘસ કે રેલી કાઢવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા આદર્શ આચારસંહિતા જળવાઈ રહે તે માટે કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી હોઈ છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ તેમને મળેલ સત્તાની રૂએ તા.૧૪/૦૫/૨૦૨૪ સુધી જિલ્લામાં કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. જે અન્વયે સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કરતાં વધુ વ્યક્તિઓના ભેગા થવા પર, સભા ભરવા…
Read Moreસિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, સિહોર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ થી તા.૧૬/૦૫/૨૦૨૪ સુધીના સમયગાળા માટે 3 ગર્લ્સ ગુજરાત બટાલિયન એન.સી.સી ભાવનગરનાઓને ટ્રેનીંગ કેમ્પના ભાગરૂપે N.C.C.કેડેટસ માટે રેન્જ ફાયરિંગ પ્રેક્ટિસનું આયોજન કરેલ છે જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને…
Read Moreભાવનગર ખાતે ૫મી મેના રોજ “રન ફોર વોટ” કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર મતદાન જાગૃતિના ભાગરૂપે ભાવનગર ખાતે તા. ૫મી મે,૨૦૨૪ને રવિવારના રોજ સવારના ૬:૦૦ કલાકે ગુલિસ્તા મેદાન ખાતે “રન ફોર વોટ” કેમ્પેઇનનુ આયોજન કરવામાં આવ્યું છે. “રન ફોર વોટ”નો પ્રારંભ ગુલિસ્તા મેદાનથી આતાભાઈ ચોક-સંસ્કાર મંડળ-વેલિંગટન સર્કલ-સેન્ટ્રલ સોલ્ટથી ફરી ગુલિસ્તા મેદાને પરત ફરશે. ‘રન ફોર વોટ’ કેમ્પેઈમાં અવશ્ય વોટ આપવાનો સંદેશ અપાશે જેમાં, ભાવનગર જિલ્લાની શાળાઓના આચાર્ય, શિક્ષકો, વહિવટી કર્મચારીઓ ઉપરાંત વિવિધ કોલેજના અધ્યાપકો, રમતવીરો અને વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. ‘રન ફોર વોટ”ના કાર્યક્રમમાં જોડાવવા ભાવનગરના તમામ નાગરીકોને જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી,ભાવનગર દ્વારા અનુરોધ કરાયો…
Read Moreપાલીતાણામાં મતદાન જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા “સ્વીપ” પ્રવૃતિ અંતર્ગત “મતદાન જાગૃત્તિ”ના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ પાલીતાણાના પ્રાંત અધિકારી અંકિત પટેલે પ્રાંત કચેરી ખાતેથી બાઈક રેલીનું ફ્લેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન કરી હતી.આ રેલીમાં ૫૦ થી વધુ ગ્રામજનો તેમજ કર્મચારીઓ બાઈક રેલીમાં જોડાઈને મતદાન અચૂક કરવાની અપીલ કરી હતી. બાઈક રેલી પાલીતાણાની પ્રાંત કચેરી ખાતેથી લઈને મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી. આ અવસરે મામલતદાર, સ્વીપ નોડલ ધવલ રામાનુજ સહિત પાલીતાણાના શહેરીજનો રેલીમાં સહભાગી બન્યાં હતાં.
Read Moreકોળિયાકનાં દરિયાકિનારે વિશાળ રેતશિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં કોળીયાક ખાતે વિશાળ રેત શિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ભાવનગર તાલુકાના કોળિયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં રેતશિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉપસ્થિત બધા લોકોએ મતદાન અંગેના શપથ લીધા હતા. આ તકે પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારી આયુષી જૈન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. એ. પટેલ, તાલુકા વિકાસ અધિકારી પી. કે. રાવત, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરલભાઈ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે…
Read Moreગારીયાધાર તાલુકાના પરવડી ગામના ૯૬ વર્ષિય તેજુબેન ખેની મતદાર જાગૃતિ કાર્યક્રમમાં બન્યા સહભાગી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોજે પરવડી ગામના ૯૬ વર્ષિય તેજુબેન રવજીભાઇ ખેની મતદાર જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બની મતદારોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સેલ્ફી ”હું અવશ્ય મતદાન કરીશ” ના શપથ કેમ્પેઇનમાં સહભાગી થઇ તેમણે મતદારોને અચુક મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વધુને વધુ મતદારો મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Read Moreસરકારી ફરજની સાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનતાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીના દિવસે ફરજ પર હોય તેવા અધિકારી-કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતુ. આણંદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સરકાર ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓએ આણંદ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહીને પોસ્ટલ બેલેટથી મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ પણ…
Read More