પાલીતાણામાં મતદાન જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

    ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા “સ્વીપ” પ્રવૃતિ અંતર્ગત “મતદાન જાગૃત્તિ”ના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ પાલીતાણાના પ્રાંત અધિકારી અંકિત પટેલે પ્રાંત કચેરી ખાતેથી બાઈક રેલીનું ફ્લેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન કરી હતી.આ રેલીમાં ૫૦ થી વધુ ગ્રામજનો તેમજ કર્મચારીઓ બાઈક રેલીમાં જોડાઈને મતદાન અચૂક કરવાની અપીલ કરી હતી.

બાઈક રેલી પાલીતાણાની પ્રાંત કચેરી ખાતેથી લઈને મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી. આ અવસરે મામલતદાર, સ્વીપ નોડલ ધવલ રામાનુજ સહિત પાલીતાણાના શહેરીજનો રેલીમાં સહભાગી બન્યાં હતાં.

 

Related posts

Leave a Comment