હિન્દ ન્યુઝ, દાહોદ લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા, ત્યારે દાહોદ જિલ્લામાં અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. મતદાન દિવ્યાંગ, અશક્ત અને વયોવૃદ્ધ મતદારોએ મતદાન કરીને અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી અને ભીડ વચ્ચે અનેક પડકારો હતા. ખાસ કરીને ૮૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ મતદારો માટે બૂથ સુધી પહોંચવું પણ મુશ્કેલ હોય તેવા વૃદ્ધ મતદારો પણ મતદાન બુથ ખાતે પોતાનો કીમતી મત આપવા માટે પરિવાર સહિત…
Read MoreDay: April 26, 2026
લોકશાહીના પર્વમાં સુરક્ષા અને સહયોગની સમીક્ષા
હિન્દ ન્યુઝ, અમદાવાદ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026 અંતર્ગત, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકનાઓ દ્વારા આજે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચૂંટણીલક્ષી સુરક્ષા વ્યવસ્થાની મુલાકાત લેવામાં આવી . મતદાન મથકો પર તૈનાત પોલીસ જવાનો અને અધિકારીઓ સાથે વાતચીત કરી, સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું. સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ
Read Moreલોકશાહીના પર્વમાં ‘ખાખી’ની સંવેદના:ફરજની સાથે માનવતાનો સંગમ
જિલ્લામાં વૃદ્ધો, દિવ્યાંગો અને અશકતો માટે પોલીસ જવાનો બન્યા ‘શ્રવણ’ હિન્દ ન્યુઝ, દાહોદ લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા, ત્યારે દાહોદ જિલ્લામાં અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર જવાબદારી વચ્ચે પણ દાહોદ પોલીસના જવાનોએ સંવેદનશીલતા દાખવીને દિવ્યાંગ, અશક્ત અને વયોવૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો હતો. ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી અને ભીડ વચ્ચે અનેક પડકારો હતા. ખાસ કરીને ૮૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ મતદારો માટે બૂથ…
Read Moreશોક પર ભારે પડી રાષ્ટ્રભક્તિ: પારસા ગામની મહિલાઓએ સ્થાપ્યું પ્રેરણાદાયી ઉદાહરણ!
હિન્દ ન્યુઝ, માણસા “જન્મ અને મૃત્યુ કુદરતી ક્રમ છે, પણ લોકશાહીને મજબૂત કરવાની તક 5 વર્ષમાં એક જ વાર મળે છે.” માણસા તાલુકાના પારસા ગામની ત્રણ મહિલાઓ— કેતનબેન પટેલ, ભાવનાબેન પટેલ અને લક્ષ્મીબેન પટેલ— એ સાબિત કરી દીધું છે કે ‘રાષ્ટ્રધર્મ’ એ તમામ સામાજિક રિવાજોથી ઉપર છે. શું છે સમગ્ર ઘટના? ગઈકાલે જ પરિવારના વડીલનું નિધન થયું હતું, ઘરમાં ગમગીની અને સૂતકનો માહોલ હતો. અંગત ખોટ અને હૈયામાં આસું હોવા છતાં, આ મહિલાઓએ મક્કમ મનોબળ બતાવ્યું. સામાજિક મર્યાદાઓને બાજુ પર રાખી, તેમણે મતદાન મથકે પહોંચી પોતાનો પવિત્ર મતાધિકાર…
Read Moreખાખીમાં માનવતાની મહેક: જ્યારે પોલીસ બની અશક્ત મતદારોનો સહારો!
હિન્દ ન્યુઝ, માણસા લોકશાહીના મહાપર્વમાં ગાંધીનગરના માણસાથી સામે આવી સેવા અને સુરક્ષાની અદભૂત તસવીર. સામાન્ય રીતે પોલીસ એટલે શિસ્ત અને કડકાઈ, પણ માણસાના મતદાન મથકો પર દ્રશ્યો કંઈક અલગ જ હતા. ચૂંટણીની ફરજ બજાવતા પોલીસ જવાનોએ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પણ **’સેવા’**નો મંત્ર પણ સાર્થક કર્યો છે. ✨ પોસ્ટની ખાસિયતો: સેવા પરમો ધર્મ: અશક્ત, વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને જ્યારે ચાલવામાં મુશ્કેલી પડી, ત્યારે પોલીસ કર્મીઓ ‘સ્વજન’ બનીને વ્હારે આવ્યા. નિષ્ઠાવાન ટીમ: પોલીસ કર્મચારી દેસાઈ અંકિતા કુમાર, મહેન્દ્રસિંહ સોલંકી, અને પંકિત રાઠોડ સહિતની ટીમે વડીલોને હાથ પકડીને અને દિવ્યાંગોની…
Read Moreગાંધીનગર જિલ્લામાં ભરબપોરે આકરો તાપ હોવા છતાં મતદારોના જોશમાં
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં ભરબપોરે આકરો તાપ હોવા છતાં મતદારોના જોશમાં કોઈ જ કમી જોવા મળી રહી નથી. માણસા તાલુકાના હરણાહોડા ગામમાં બપોરના સમયે પણ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યે ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. ગરમીના પડકાર વચ્ચે પણ નાગરિકો જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગરમીને ધ્યાને રાખીને મતદાન મથકો પર શેડ, પીવાના પાણી અને ઓ.આર.એસ.ની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારોને કોઈ અગવડ ન પડે.
Read Moreદાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે દિવ્યાંગોમાં પણ જોવા મળ્યો અનેરો ઉત્સાહ
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લોકશાહીના આ પર્વમાં નિયત મતદાન મથક પર પહોંચીને દિવ્યાંગજનો પણ ઉત્સાહભેર મતદાન કરીને આ લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. જાતે ચાલી ન શકનારા પટેલ છગનભાઇ ધૂળજીભાઈએ સૌની મદદ થકી વ્હીલ ચેર વડે મતદાન મથકે જઈને આજના દિવસે સૌ કામ પડતા મુકીને પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતતા દર્શાવી અન્ય મતદારો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેડિકલ સારવાર દરમિયાન રીએકશન…
Read Moreદાહોદ જિલ્લા કલેકટરએ સહપરિવાર આવીને મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે કલેકટર યોગેશ નિરગુડેએ આજે વહેલી સવારે દાહોદ આઈ ટી આઈ ખાતે સહપરિવાર આવી મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી. કલેકટર યોગેશ નિરગુડેએ ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચી, સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ કલેકટરએ લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જણાવ્યું…
Read Moreઆજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જિલ્લાના તમામ મતદાન મથકો પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે નાગરિકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સર્વે મતદારોને નમ્ર અપીલ છે કે લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈ અચૂક મતદાન કરો.
Read Moreલોકશાહીના સજાગ પ્રહરી: ૭૦ વર્ષીય વીણાબેનનો અજોડ ઉત્સાહ!
હિન્દ ન્યુઝ, ગાંધીનગર જ્યારે વાત દેશના ભવિષ્યની હોય ત્યારે ઉંમર કે સ્વાસ્થ્ય ક્યારેય બાધ નથી બનતા. મગોડી ગામના ૭૦ વર્ષીય શ્રીમતી વીણાબેન કન્હૈયાલાલ આચાર્ય એ આ વાત સાબિત કરી દીધી છે. ✨ પ્રેરણાદાયી સાતત્ય વીણાબેને અત્યાર સુધીની એક પણ ચૂંટણીમાં મત આપવાનું ચૂક્યું નથી! હાઈ બ્લડપ્રેશર જેવી તકલીફ હોવા છતાં, તેઓ મતદાન મથક સુધી પહોંચીને પોતાનો ‘નાગરિક ધર્મ’ અચૂક નિભાવે છે. 🏥 ચૂંટણી તંત્રની સરાહનીય કામગીરી મતદાન દરમિયાન તબિયત લથડતા બૂથ પર જ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી. વીણાબેને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓની ખુલ્લા મને…
Read More