માણસામાં સૂચિત મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગરૂમની સ્થિતિની સમીક્ષા કરતા જીલ્લા કલેક્ટર 

હિન્દ ન્યુઝ, માણસા     માણસા તાલુકામાં ચૂંટણી પ્રક્રિયાને પારદર્શી બનાવવાના ઉમદા હેતુ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટ રવિન્દ્ર ખતાલે દ્વારા શેઠ એલ.એચ સાયન્સ કોલેજ, માણસા ખાતે સઘન સમીક્ષા કરવામાં આવી હતી.  કલેક્ટરએ માણસામાં સૂચિત મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગરૂમની સ્થિતિની સમીક્ષા કરી હતી.  શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય અને ચૂંટણી સ્ટાફને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમણે સ્થાનિક વહીવટી તંત્રને કામ કરવા સૂચનાઓ આપી હતી.

Read More

દહેગામ તાલુકામાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સ્ટ્રોંગ રૂમ, ડિસ્પેચિંગ સેન્ટર અને મતગણતરી કેન્દ્રની મુલાકાત

હિન્દ ન્યુઝ, દેહગામ     દહેગામ તાલુકામાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ પ્રત્યક્ષ એમ.બી કોમર્સ એન્ડ જી.એમ.એન. લાલજી આર્ટ્સ કોલેજ તથા મ્યુનિસિપલ બોઈજ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ, ડિસ્પેચિંગ સેન્ટર અને મતગણતરી કેન્દ્રની મુલાકાત કરી. આ ઉપરાંત, મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિકારીઓ સાથે સંકલન સાધીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી. 

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

હિન્દ ન્યુઝ, સુરત તા. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાસંગ્રામ, એક મનપા, એક પાલિકા, ૬ તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત બેઠક પર થશે મતદાન જિલ્લાની છ તાલુકા પંચાયત પર કુલ ૧૫૦ બેઠક માંથી ૧૨ બિનહરીફ થતા ૧૩૮ બેઠક પર મતદાન થશે, ૩૬૩ હરીફ ઉમેદવારો માટે કુલ ૮૧૧૬૭૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકમાંથી ૪ બેઠક બિનહરીફ થતા બાકી રહેલી ૩૨ બેઠક પર મતદાન થશે, ૯૨ ઉમેદવારો માટે ૮૧૮૧૩૦ મતદારો મતદાન કરશે વાપી મનપામાં કુલ ૫૨ બેઠકમાંથી ૧ બેઠક બિનહરીફ થતા બાકી…

Read More