સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા હથિયારબંધી હુકમ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      જિલ્લામાં સ્થાનિક ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણ જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હુકમ મુજબ ગાંધીનગર જિલ્લાના ચૂંટણી લાગુ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરનામાની તારીખથી તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાં કોઈપણ પ્રકારના હથિયાર અથવા દારૂગોળો સાથે રાખી શકશે નહીં અથવા તેની હેરાફેરી કરી શકશે નહીં. આ ઉપરાંત, હથિયાર પરવાનેદારોને પોતાના હથિયાર અને દારૂગોળો સંબંધિત પોલીસ સ્ટેશન અથવા અધિકૃત આર્મ્સ ડીલર પાસે સુરક્ષિત રીતે જમા કરાવવો ફરજિયાત છે. આ…

Read More

મોરબીની દીકરીના પરિવારની વહારે ‘હિન્દ રક્ષક સંઘ’ 

પરિવારને સંપૂર્ણ કાયદાકીય મદદની ખાતરી આપતા ડૉ. સીમાબેન પટેલ  હિન્દ ન્યુઝ, કાલાવડ       મોરબી ખાતે લવ જેહાદની કથિત ઘટના બાદ સમાજમાં રોષની સાથે ચિંતાની લાગણી જોવા મળી રહી હતી. જોકે, આવા કપરા સમયમાં પીડિત પરિવાર એકલો ન પડી જાય તે માટે ‘હિન્દ રક્ષક સંઘ‘ ના સંસ્થાપક અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ દ્વારા તાત્કાલિક પરિવારની મુલાકાત લેવામાં આવી હતી.       ‘હિન્દ રક્ષક સંઘ’ નાં સંસ્થાપક અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ તેમજ હિન્દ રક્ષક સંઘ – સનાતન એડવોકેટ કાઉન્સિલના સૌરાષ્ટ્ર પ્રાંત સચિવ એડવોકેટ ત્રિવેણીબા રાઠોડ દ્વારા પીડિત યુવતીના પરિવારની રૂબરૂ મુલાકાત લેવામાં…

Read More

કચ્છી બોલીના લહેકા સાથે મતદાતા જાગૃતિ: સંગીત અને AI ના અનોખા સંગમથી ગુંજશે “૨૬ એપ્રિલે તું વૉટ કર જે”

હિન્દ ન્યુઝ, કચ્છ આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે કચ્છ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. માન. રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત રાજ્યના મતદાતા જાગૃતિ કાર્યક્રમ (SVAP) અંતર્ગત, આનંદ પટેલ, માન. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી-કચ્છ, ભુજ તેમજ શ્રી વિવેક બારહટ, નાયબ કલેકટર, સ્થાનિક સ્વરાજ ચૂંટણી, કચ્છના માર્ગદર્શન અને પ્રેરણાથી “૨૬ એપ્રિલે તું વૉટ કર જે” નામનું એક મતદાતા જાગૃતિ ગીત (Jingle) તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો, કમ્પોઝીશન, મ્યુઝિક અરેન્જમેન્ટ, વાદ્યવાદન, ઑડિયો રેકોર્ડિંગ અને વીડિયો…

Read More

છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં ‘લોકશાહીના પર્વ’ની ઉજવણી: રેલી, રંગોળી અને ચિત્ર સ્પર્ધા દ્વારા મતદારોને જાગૃત કરાયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં ‘સ્વીપ’ (SVEEP) કાર્યક્રમ હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ અધિકારી (SVEEP) તથા જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.પરમારની સીધી દેખરેખ અંદર જિલ્લાના તમામ તાલુકાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી અને મતદાન જાગૃતિ રેલીઓ કાઢવામાં આવી હતી, જેમાં…

Read More