મોરબીની દીકરીના પરિવારની વહારે ‘હિન્દ રક્ષક સંઘ’ 

પરિવારને સંપૂર્ણ કાયદાકીય મદદની ખાતરી આપતા ડૉ. સીમાબેન પટેલ 

હિન્દ ન્યુઝ, કાલાવડ

      મોરબી ખાતે લવ જેહાદની કથિત ઘટના બાદ સમાજમાં રોષની સાથે ચિંતાની લાગણી જોવા મળી રહી હતી. જોકે, આવા કપરા સમયમાં પીડિત પરિવાર એકલો ન પડી જાય તે માટે ‘હિન્દ રક્ષક સંઘ‘ ના સંસ્થાપક અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ દ્વારા તાત્કાલિક પરિવારની મુલાકાત લેવામાં આવી હતી.

      ‘હિન્દ રક્ષક સંઘ’ નાં સંસ્થાપક અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ તેમજ હિન્દ રક્ષક સંઘ – સનાતન એડવોકેટ કાઉન્સિલના સૌરાષ્ટ્ર પ્રાંત સચિવ એડવોકેટ ત્રિવેણીબા રાઠોડ દ્વારા પીડિત યુવતીના પરિવારની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન હિન્દુ સંગઠનના અગ્રણી કાર્યકરો એવા બીપીનભાઇ ઠાકોર અને સંજયભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. સીમાબેન પટેલે જણાવ્યું હતું કે, ‘હિન્દ રક્ષક સંઘ‘ દ્વારા પરિવારને ન્યાય અપાવવા માટે જે પણ કાયદાકીય પ્રક્રિયાની જરૂર પડશે, તેમાં “હિન્દ રક્ષક સંઘ” તમામ પ્રકારની મદદ પૂરી પાડશે.

     સામાજિક અગ્રણીઓનું માનવું છે કે જ્યારે હિન્દુ સંગઠનો આ રીતે જાગૃત બનીને પીડિતોની વહારે આવે છે, ત્યારે સમાજ વિરોધી તત્વોમાં ફાળ પડે છે અને ન્યાય પ્રક્રિયા વધુ વેગીલી બને છે.સ્થાનિક લોકોએ પણ ‘હિન્દ રક્ષક સંઘ‘ ની આ ત્વરિત અને સકારાત્મક કામગીરીને બિરદાવી છે.


Related posts

Leave a Comment