હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રીએ જાતે વરસાદી પાણીમાં ઊતરીને નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને સમગ્ર પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ભારે વરસાદથી અસરગ્રસ્ત બોપલ, આંબલી અને ઘુમા સહિતના વિસ્તારોની મુલાકાત લીધા બાદ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ સહિતના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી.
મુખ્યમંત્રીએ વરસાદના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ નિવારવા અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા અને રાહત કામગીરી ઝડપી બનાવવા જરૂરી સૂચનાઓ આપી; વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય વિષયક કામગીરીને પ્રાધાન્ય આપવા જણાવ્યું.
