મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત થયેલ વિકાસ કામો

હિન્દ ન્યુઝ, જામનગર

    રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જામનગર ખાતે રૂ.24 કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા રમત સંકુલનું ખાતમુહૂર્ત

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ, જી.યુ.ડી.સી.ની ગ્રાન્ટ, અમૃત યોજના, જાડા તથા 15 માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે જુદા જુદા 22 પ્રકલ્પોનું રૂ.247.32 કરોડના ખર્ચે ઇ-ખાતમુહૂર્ત

૧૪માં નાણાંપંચની ગ્રાંટ તથા સ્પેશ્યલ આસીસ્ટન્ટની ગ્રાંટ અન્વયે ૨૭ એમ.એલ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ તથા ત્રણ દરવાજા કન્વઝર્વેશન કરવાના પ્રકલ્પોનું અંદાજિત રૂ. ૨૦ કરોડના ખર્ચે ૨ કામોનું ઈ-લોકાર્પણ

માર્ગ અને મકાન વિભાગ જામનગર હસ્તકના બાયપાસ રિંગરોડ ફેઝ-૩માં બેડેશ્વર વાલસુરા મરીન પોલીસ સ્ટેશનથી ગુલાબનગર, રાજકોટ-જામનગર સ્ટેટ હાઈવે સુધીનો રસ્તો તથા બ્રિજના રૂ. ૮૧.૮૪ કરોડના ૨ કામોનું ઈ-ખાતમુહૂર્ત

માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત જામનગર હસ્તકના રૂ.29.15 કરોડના 10 કામોનું ઇ-ખાતમુહૂર્ત તથા રૂ.24.36 કરોડના 11 કામોનું ઇ-લોકાર્પણ

જામનગર વિકાસ વિસ્તાર સતા મંડળ હસ્તકના જામનગર-રાજકોટ બાયપાસ પર આવેલ આશીર્વાદ રિસોર્ટ-પોદાર સ્કૂલથી નાઘેડી ગામને જોડતાં રસ્તા તથા બ્રીજના રૂ.5.96 કરોડના ખર્ચે બનેલ કામનું ઇ-લોકાર્પણ

આરોગ્ય વિભાગ દ્વારા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1.20 કરોડના ખર્ચે ખરેડી, આણંદપર, નાની ભગેડી તથા બાડા ગામે સબ સેન્ટર બિલ્ડીંગ તથા કમ્પાઉન્ડ વોલના કામનું ઇ-ખાતમુહૂર્ત.

 

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment