ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક મૃણાલ પ્રકાશ મિશ્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનિટરીંગ કમિટી (MCMC) હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત ભાવનગર લોકસભા બેઠકનં ખર્ચ નિરીક્ષક મૃણાલ પ્રકાશ મિશ્રા (IRS) દ્વારા લેવામાં આવી હતી. ખર્ચ નિરીક્ષકએ મોતીબાગ વિસ્તારમાં ઝોનલ કચેરીમા કાર્યરત કરવામાં આવેલા એમ.સી.એમ.સી. કેન્દ્રની મુલાકાત લઇને મીડિયા મોનિટરીંગ અને સોશ્યલ મીડિયા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક ચિંતન રાવલે મીડિયા મોનિટરીંગ અંગે માહિતી આપી હતી.  

Read More

હવામાન વિભાગની વિવિધ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખરાબ વાતાવરણ, વીજળી પડવી તેમજ ખેડૂતોને પાક મુજબનું માર્ગદર્શન મળી રહેશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા મોસમ, મેઘદૂત, દામિની અને પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી વરસાદની આગાહી, વીજળીથી બચાવ, ખેતીને લગતી બાબતો સહિત ચોમાસાની ઋતુ વિષયક વિગતો અને સચોટ જાણકારી પ્રાપ્ત થશે. ભારત સરકારના હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર તમામ એપ્લિકેશન ઉપલબ્ધ રહેશે. જેમાં મોસમ એપ્લિકેશન થકી તાપમાન, પવનની ગતિ, ભેજ સહિતની માહિતી પ્રાપ્ત થશે. દામિની એપ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ અર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસાવવામાં આવી છે. સમગ્ર ભારતમાં વીજળી પડવાની ઘટના પર નજર રાખવામાં આ એપ્લિકેશન મદદ કરે…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં વધુ અવર જવર વાળા અગત્યના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા તેમજ ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અનુસાર ભવિષ્યમાં કોઈ મોટી ગુનાહિત ઘટના ન બને તે માટે જિલ્લાના વધુ અવરજવર વાળા સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ મુકવા જરૂરી હોઈ છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શૈલેષ ગોકલાણીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક હુકમ કર્યા છે. જે અન્વયે જિલ્લામાં આવેલી જવેલર્સની દુકાનો તથા તમામ પ્રકારની દુકાનો, સરકારી તથા ખાનગી બેંકો, એ.ટી.એમ., ખાનગી હોસ્પિટલો, આંગડીયાપેઢી, શોપીંગ કોમ્પલેક્ષ/થિયેટર્સ/કોમર્શીયલ સેન્ટર ઉપર સિક્યુરીટીને ધ્યાને લઇ પ્રવેશ દ્વાર પર ઉપર તથા આ જગ્યાઓના…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    છોટાઉદેપુર જિલ્લામાં સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ ગોકલાણીએ તેમને મળેલ સત્તાની રૂએ ભાડેથી મકાન આપતા મકાન માલિકો ઉપર કેટલાક નિયંત્રણ મુક્યા છે. આ જાહેરનામા મુજબ કોઇપણ મકાન, ઔદ્યોગિક એકમ, ઓફીસ દુકાન, કોલ્ડ સ્ટોરેજ કે ગોડાઉન ભાડે આપે ત્યારે તથા ઘરઘાટી/મજુરો રાખે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય મકાન ભાડે આપી શકાશે નહીં. આ ઉપરાંત મકાન ભાડે આપતા સમયે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, કયા વિસ્તારમાં છે તેની વિગત, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં મહિલા મતદારોની ભાગીદારી વધારવા માટે આયોજનબદ્ધ કાર્ય કરવાનું સુચવાતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં જિલ્લાના મહિલા મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન મથક ઉપર સ્ત્રી-પુરુષ મતદાનમાં ૮ ટકાથી વધુ તફાવત હોય તેવા મતદાન મથકના મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા માટેના આયોજન અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય, મતદારોને મતદાન મથક પર જરૂરી સુવિધાઓ મળી રહે તેમ જ કોઈપણ…

Read More

મતદાનના દિવસે ઉદ્યોગ જગતનો એકપણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તેની ઉદ્યોગ ગૃહો કાળજી લે- કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  આગામી તા. ૭ મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે મતદાનના આ અવસરમાં ત્યારે સમાજના તમામ વર્ગો સાથે ઉદ્યોગ ગૃહો તથા તેના કર્મચારીઓ પણ સહભાગી થાય તે માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ અનુરોધ કર્યો છે. આજે ઇણાજ ખાતે આવેલ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલ ઉદ્યોગ ગૃહો સાથેના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં દરેક ઉદ્યોગ ગૃહો કારીગર વર્ગની અનુકૂળતા મુજબ શીફ્ટ ગોઠવે અને ઉદ્યોગમાં કાર્યરત દરેક કર્મચારી મતદાન કરે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સાથે સવેતન રજા આપવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરશ્રીએ ઉદ્યોગ ગૃહના કર્મચારીઓ…

Read More

જામનગરમાં વિભાપર ગામથી રાજકોટ રોડ તરફનો ફાટકવાળો માર્ગ આગામી જુલાઈ માસ સુધી બંધ રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર   જામનગરમાં સ્થિત વિભાપર ગામ નગરસીમ વિસ્તાર, વૃંદાવન ધામ-2, વૃંદાવન સ્કૂલની પાછળની તરફના રોડ પર આવેલા રેલવે ક્રોસિંગ નંબર 190 પર રેલવે અંડરબ્રિજના બાંધકામની કામગીરી રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જેથી આ રસ્તા પર ચાર માસથી વધુ સમયગાળા માટે વાહન વ્યવહાર રોકવા માટે રાહદારી રસ્તો બંધ કરવાની દરખાસ્ત જરૂરી જણાય છે. આગામી સમયમાં ચોમાસાની ઋતુમાં કામગીરીમાં અવરોધ ના આવે, સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ થાય અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો ના પડે તેથી આ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં…

Read More

આણંદ જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો ખાતે વ્હીલ ચેરની સુવિધા ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ નું મતદાન ગુજરાત રાજ્યની સાથે ત્રીજા તબક્કામાં આગામી મહિનાની ૭ મી તારીખના મંગળવારના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ લોકસભા ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ દિવ્યાંગ મતદારો માટે ખાસ કરીને તેઓ મતદાન મથક ખાતે મત આપવા આવે ત્યારે તેમના માટે વ્હીલ ચેરની સુવિધા અને દરેક મતદાન મથક ખાતે રેમ્પની સુવિધા…

Read More

આણંદ જિલ્લામાં “તમારા મતદાન મથક ને જાણો” કેમ્પેઈન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ બોરસદ વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે તા. ૭ મેના રોજ મતદાન યોજનાર છે. જે અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા મતદાતાઓને મતદાનના દિવસે કોઇ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો વિશે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તે અંગે મતદારો ઘણી વખત મુંઝવણ અનુભવતા હોય છે. આ બાબતને…

Read More

૧૬-આણંદ લોકસભા બેઠકમાં વિવિધ વિધાનસભા મતવિસ્તાર ખાતે હાથ ધરાઈ મતદાનજાગૃતિ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, આણંદ     ૧૬- આણંદ લોકસભા બેઠકના વિવિધ મતવિસ્તારોમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે.જેના ભાગરૂપે ૧૦૯- બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં આઈ.સી.ડી.એસ ઘટક-૨ ની આંગણવાડી બહેનો દ્વારા મતદાન જાગૃતિ રેલી કાઢીને હું અવશ્ય મતદાન કરીશ સૂત્ર દ્વારા મતદારોને મતદાનનું મૂલ્ય સમજાવી અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ બોરસદ શહેરી વિસ્તારમાં આવેલ ભાઈશ્રી મોલના કર્મીઓ દ્વારા પણ મતદાન જાગૃતિના સ્લોગન સાથેના પોસ્ટર રજૂ કરી મતદારોને મતદાનની ફરજ નિભાવવા અંગે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ અહિમા ગામની દૂધ ઉત્પાદક…

Read More