ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક મૃણાલ પ્રકાશ મિશ્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનિટરીંગ કમિટી (MCMC) હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત ભાવનગર લોકસભા બેઠકનં ખર્ચ નિરીક્ષક મૃણાલ પ્રકાશ મિશ્રા (IRS) દ્વારા લેવામાં આવી હતી.

ખર્ચ નિરીક્ષકએ મોતીબાગ વિસ્તારમાં ઝોનલ કચેરીમા કાર્યરત કરવામાં આવેલા એમ.સી.એમ.સી. કેન્દ્રની મુલાકાત લઇને મીડિયા મોનિટરીંગ અને સોશ્યલ મીડિયા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક ચિંતન રાવલે મીડિયા મોનિટરીંગ અંગે માહિતી આપી હતી.

 

Related posts

Leave a Comment