હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની સંભાવનાઓને જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે ભાવનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ? (1) પુરતું પાણી પીઓ : તરસ ના લાગે તો પણ, તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ., ઘરે બનાવેલા શુદ્ધ પીણાં જેવા કે લસ્સી, તોરાની (ચોખ્ખું પાણી), લીંબુપાણી, છાશ વગેરનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જે શરીરને ફરીથી હાયડ્રેટ કરવામાં મદદ કરે છે. (૨) બને તેટલું ઘરની અંદર રહો. (3) હળવા, હળવા રંગના, ઢીલા અને…
Read MoreDay: April 17, 2024
ઉના ખાતે રામનવમીના તહેવારની ઉજવણી સંદર્ભ વૈકલ્પિક રૂટ જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૧૭/૦૪/૨૦૨૪ના રોજ ઉના શહેર વિસ્તારમાં રામનવમીના પર્વની ઉજવણી સંદર્ભ ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થવાની છે. આ દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને. તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુસર કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા વૈકલ્પીક રુટ માટેનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગીર સોમનાથ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૬)ના મુજબ જિલ્લાના ઉના શહેર મુકામે ઉના લામધાર ગામના પાટીયા પાસેથી તેમજ ઉના રોકડીયા હનુમાન મંદિર પાસેથી ઉના શહેરમાં થઈ રાજય ધોરી…
Read More