જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીનનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન યોજાયું

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર છે. આ અંગે જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમવિષ્ટ કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે ઈ.એમ.એસ સોફ્ટવેર દ્વારા રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઈઝેશન વખતે વિવિધ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ રેન્ડમાઈઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને આખરી કરવામાં આવી હતી…

Read More

જામનગર શહેરમાં આગામી તા.10 એપ્રિલના ભગવાન ઝુલેલાલની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર શહેરમાં આગામી તારીખ 10/04/2024 ના રોજ સિંધી સમાજના ઈષ્ટદેવશ્રી ઝુલેલાલની જન્મ-જયંતિ નિમિત્તે વહેલી સવારથી સમગ્ર સિંધી સમાજના દર્શનાર્થીઓ દર્શન કરવા મંદિરે આવતા હોય છે. તેમજ મંદિરમાં પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે. તહેવાર/ઉત્સવ દરમ્યાન દર્શનાર્થે આવતા બાળકો, વૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સહિતના લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવો અનિવાર્ય બની રહે છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે…

Read More

લોકસભા ચૂંટણીમાં ચૂંટણી ફરજ અન્વયે જિલ્લા હોમગાર્ડઝ દળના સભ્યો માટે અગત્યની જાહેરાત કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      આગામી લોકસભાની ચુંટણીને પગલે જામનગર જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રએ ચુંટણી તંત્રની સાથે સંકલન સાધ્યું છે. જેના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જિલ્લા હોમગાર્ડઝ તંત્ર જિલ્લા પોલીસ તંત્રની સાથે રહીને ફરજ બજાવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ પોલીસ તંત્ર એક્શન પ્લાન તૈયાર કરી રહી છે અને મતદાન મથકો માટે સુરક્ષા વ્યવસ્થામાં જરૂરી સુરક્ષા જવાનોની યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ ચુંટણી દરમિયાન મતદાન મથકો પર પોલીસ જવાનોની સાથે…

Read More

સ્વયંમ – ૪ એપાર્ટમેન્ટમા સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૪/૦૪/૨૦૨૪ ના રોજ સ્વયંમ – ૪ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક મેઈન રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૩૫ થી ૪૦ રહેવાસીઓ જોડાયેલ. આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો…

Read More