મહીસાગર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બનવા વ્યાજબી ભાવની દુકાનોના વેપારીઓના સંગઠન તથા જિલ્લાની ગેસ એજન્સીઓના સંગઠન સાથે MOU કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, મહીસાગર  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મહીસાગર જિલ્લાના મતદારો ચૂંટણીમાં ઉત્સાહ પૂર્વક જોડાય અને મતદાનની ટકાવારી વધે તે હેતુસર જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર શ્રીમતી નેહા કુમારી દ્વારા મહીસાગર જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનોના વેપારીઓના સંગઠન તથા જિલ્લાની ગેસ એજન્સીઓના સંગઠન સાથે MOU કરવામાં આવ્યા. જેમાં સંસ્થાના કર્મચારીઓ તથા ગ્રાહકોનું મતદાર યાદીમાં ૧૦૦% રજીસ્ટ્રેશન તથા કર્મચારીઓ અને ગ્રાહકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા મતદાર જાગૃતિમાં સહભાગી થવા MOU કરવામાં આવ્યા. આ MOU થી મહીસાગર જિલ્લાની ૩૨૨ વ્યાજબી ભાવની દુકાનો તથા તેના ૧.૪૯ લાખ ગ્રાહકો અને જિલ્લાની ૧૪ ગેસ એજન્સીઓ તથા…

Read More

આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, આણંદ       ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ જાહેર થતાં ચુંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યાં છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ આવે તથા છેલ્લી ચૂંટણીમાં જે મતદાન મથકો ખાતે ઓછું મતદાન થયું છે તેવા વિસ્તારોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીની સ્વીપ કાર્યક્રમ એટલે કે જિલ્લામાં મતદારોમાં જાગૃતિ…

Read More

સોજીત્રા મત વિભાગના આદર્શ મતદાન મથક લિંબાલીની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી

લોકસભા સામાન્ય ચૂંટણી:૨૦૨૪: આણંદ જિલ્લો હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં વધારેમાં વધારે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ‘’know Your Polling Booth’’ થીમ અંતર્ગત ૧૧૪-સોજીત્રા મતવિભાગના લિંબાલી આદર્શ મતદાન મથકની મુલાકાત લીધી હતી. લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત દેશના નાગરિકો મહત્તમ મતદાન કરે અને મતદાન મથકો…

Read More

૧૯૫૭ ની લોકસભાની બીજી સામાન્ય ચૂંટણી : બોમ્બે રાજ્યની બેઠકોમાં થયો વધારો

૧૯૫૭ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખા જોખા હિન્દ ન્યુઝ, આણંદ     સમગ્ર ભારતમાં ૧૯૫૭ ના વર્ષમાં લોકસભાની બીજી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વિવિધ રાજ્યોની સાથે બોમ્બે રાજ્યની બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાઈ હતી. બોમ્બે રાજ્યમાં આવેલા ૫૮ મતવિસ્તારોમાં લોકસભાની આ ચૂંટણી અંતર્ગત ૨૬૪ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. જે પૈકી ૯૮ ઉમેદવારી પત્ર રદ્દ થતા ૧૬૬ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. આઝાદી બાદની આ બીજી લોકસભાની ચૂંટણી અન્વયેનું મતદાન તા. ૨૫-૨-૧૯૫૭ ના રોજ થયું હતું. મતદાન બાદ આવેલા પરિણામમાં બોમ્બે રાજ્યના તમામ મતદાર વિભાગોના કુલ મળી ૨૪ ઉમેદવારોએ…

Read More

લાલપુર ખાતે ચૂંટણીલક્ષી કામગીરી માટે મહિલા પોલીંગ ઓફીસરનો તાલીમવર્ગ યોજાયો

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જામનગર સંસદીય મતવિભાગમાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે.લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમો આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ 80-જામજોધપુર મતદાર વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા મહિલા પોલીંગ ઓફીસરઓને એ.આર.ઓ. અને પ્રાંત અધિકારી અસવારની રાહબરી હેઠળ સ્વામી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ લાલપુર ખાતે ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી અને…

Read More

રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ              ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 તેમજ ત્યાર બાદ આવેલી અરજીઓ પૈકી 14 લાખથી વધુ ફોટો ઓળખકાર્ડ (EPIC) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. દેશના ગર્વ સમાન ચૂંટણીના…

Read More

મતદાન જાગૃતિ માટે પીજીવીસીએલનો પ્રેરક પ્રયાસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની અન્વયે રાજ્યના નાગરિકોને મતદાન માટે જાગૃત કરવા માટે વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન કરવા માટે મતદારોમાં જાગૃતિ આવે તે માટે ગીર સોમનાથ પીજીવીસીએલની ૭ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા એપ્રિલ મહિનાના ૬૯,૮૫૫ જેટલા વીજ બિલોમાં વીજ બિલ પર ‘મતદાન અવશ્ય કરીશ’ નો સિક્કો લગાવીને મતદાન કરવાં અપીલ કરવામાં આવી છે. જિલ્લા મતદારો ચૂંટણીના મહાપર્વમાં વધુમા વધુ લોકો સહભાગી થાય અને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પીજીવીસીએલની ૭…

Read More

કલેક્ટરની ગામ, નગર અને નગરપાલિકાને આવરી લેતી મતદાર જાગૃતિરેલી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લામાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમા સૌની ભાગીદારી અને હિસ્સેદારી વધે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વિશેષ અભિયાનરૂપે વેરાવળ નગરપાલિકા અને વેરાવળની આસપાસ આવેલા વિવિધ ગામોમાં લોકોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જાતે રૂબરૂ ઉપસ્થિત રહીને નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનવા અપીલ કરી હતી. આજે સવારે વેરાવળ નગરના ટાવરચોક ખાતેથી શરૂ થયેલી આ રેલી વેરાવળ નગરપાલિકા સાથે પ્રભાસ પાટણ, કાજલી, લાટી, કદવાર, ભાલપરા, ડારી,…

Read More

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ પરિક્ષા એપ્રીલ-૨૦૨૪

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) એ એપ્રિલ-મે ૨૦૨૪ થિયરી પરીક્ષાઓ માટે NIOS ડેટ શીટ બહાર પાડી. NIOS ૧૦મી અને ૧૨મીની પરીક્ષા ૬ એપ્રિલથી શરૂ થશે અને ૨૨મી મે, ૨૦૨૪ના રોજ સમાપ્ત થશે. હોલ ટિકિટ માટે NIOS ૧૦મી અને ૧૨મી એપ્રિલ ૨૦૨૪ની પરીક્ષાઓ માટે NIOSની સત્તાવાર વેબસાઇટ- https://www.nios.ac.in/ ની મુલાકાત લો. પરીક્ષા પેન અને પેપર મોડમાં લેવામાં આવશે.

Read More