હિન્દ ન્યુઝ, ભાવનગર લોકસભા ચૂંટણીની મતગણતરી આગામી ચોથી જૂનના રોજ યોજાવાની છે. જેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાએ મતગણતરીની પૂર્વતૈયારીઓની આજે સમીક્ષા કરી હતી. વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરાનારી મતગણતરી સંદર્ભે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. કોલેજ કેમ્પસમાં તૈયાર કરાયેલા મતગણતરીરૂમ, મતગણતરીના દિવસે ઉભી થનારી બેરિકેડિંગ તેમજ પાર્કિંગ વ્યવસ્થા, મીડિયા રૂમ, કોમ્યુનિકેશન રૂમ સહિતની વ્યવસ્થાઓની મુલાકાત કલેક્ટર આર.કે. મહેતાએ લીધી હતી. ત્યારબાદ અહીં બેઠક યોજી સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ…
Read MoreMonth: May 2024
તા.૪જૂનના રોજ હરીયા કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણીની મતગણતરીમાં ટ્રાફિક તથા કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ અન્વયે તા.૪-૦૬-૨૦૨૪ના રોજ હરીયા કોલેજ, જામનગરના બિલ્ડીંગમાં મતગણતરી યોજાનાર છે. સદરહુ કામગીરી દરમ્યાન ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે મુજબ તા.૦૪-૦૬-૨૦૨૪ ના સવારના ૦૬.૦૦ કલાકથી મતગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીના માર્ગ પર તત્કાલીન વાહનવ્યવહાર બંધ રહેશે.આ સમય દરમ્યાન વૈકલ્પીક માર્ગ તરીકે આશાપુરા સર્કલથી સમર્પણ સર્કલ-ખંભાળીયા…
Read Moreજામનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એડમિશન મેળવવા માટે તા.૧૩ જુન સુધી અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, જામનગર આઈ.ટી.આઈ જામનગરમાં પ્રવેશસત્ર-૨૦૨૪ અંતર્ગત સંસ્થા ખાતે ચાલતા વિવિધ ટ્રેડોમાં એડમિશન મેળવવા ઓનલાઇન અરજી તા.૧૩/૦૬/૨૦૨૪ સુધી ચાલુર હેશે.ઉમેદવાર https://itiadmission.gujarat.gov.in લિંક મારફતે Apply for New Registration પર કલીક કરી જરુરી વિગતો ભરી ઓનલાઈન અરજી કરી શકશે. પ્રવેશ સંબંધિત વધુ માહિતી માટે આઈટીઆઈ ખાતે ખોલવામાં આવેલ હેલ્પ સેન્ટર પર કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૧:૦૦ થી ૦૪:૦૦ સુધી રૂબરૂ સંપર્ક કરી એડમિશન મેળવવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને સંસ્થા ખતે ચાલતા વિવિધ ટ્રેડ (વ્યવસાય)ની માહીતી મેળવી શકાશે અને ઓનલાઇન અરજી વિનામુલ્યે કરી આપવામાં આવશે.તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરના આચાર્યની યાદીમાં…
Read Moreજિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા વેરાવળ તાલાળા રોડ ઉપર બંને બાજુ આવેલા ૧૫૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારનાં વાણિજ્ય દબાણો બાબતે તાકીદ કરતા લોકોએ સ્વૈચ્છાએ દબાણો દૂર કર્યા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વેરાવળ-તાલાળા રોડ (ઇનાજ પાટીયા) ખાતે રસ્તાની બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીના વહેણમાં અવરોધાતા ચોમાસાની ઋતુમાં રસ્તા પર ભારે પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા ઉદ્દભવતી હતી, જેથી જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ સારું આ વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરવા સૂચના આપતા,અધિક નિવાસી કલેકટરશ્રી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા…
Read Moreહવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની આગાહી
હિન્દ ન્યુઝ, આણંદ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વાર આગામી તા.૩૧ મે સુધી ઉષ્ણ અને ભેજયુકત હવામાનની આગાહી આપવામાં આવી છે. હવામાન કેન્દ્ર અમદાવાદની ઉક્ત આગાહીમાં આણંદ જિલ્લાનો પણ સમાવેશ પણ થાય છે.જે અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૩૧ મે ૨૦૨૪ સુધી ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને તા. ૩૧ મે સુધી હીટ વેવ અને હિટ સ્ટ્રોકથી બચવા જરૂરી પગલા લેવા અપીલ કરવામાં આવી છે. ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ આણંદ જિલ્લાના નાગરિકોને હિટ…
Read Moreજિલ્લાની તમામ અદાલતોમાં તા.૨૨/૦૬/૨૦૨૪ના રોજ નેશનલ લોક અદાલત યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, ન્યુ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૨૨/૦૬/૨૦૨૪ ના રોજ ગીર- સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પૂરા થાય તેવા હેતુસર નેશનલ લોક અદાલત યોજાશે. આ લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કલેઈમના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસંબંધી તકરારોના કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે. જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય…
Read Moreજિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લાના તમામ જાહેર સ્થળો અને વિવિધ જાહેર જગ્યાઓએ લોકોની સુરક્ષા માટે કડક કાર્યવાહીનાં આદેશો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં ફાયર સેફ્ટીને લઈને સાવચેતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા વેરાવળ ખાતે આવેલ સાંચી સિનેમામાં ફાયર સેફ્ટી બાબતેનાં નિયમોનું પાલન ન થતું હોવાનું તથા ઘણાં લાંબા સમયથી સિનેમા લાયસન્સ રિન્યૂ ન કર્યા હોવાનું ધ્યાને આવતા તા.૧૭/૦૫/૨૦૨૪ના રોજ કારણદર્શક નોટિસ આપવામાં આવેલ તેમ છતાં ફાયર સેફ્ટીનું એન.ઓ.સી. રિન્યૂ ન કરાવતા, સદરહુ સિનેમા લાઇસન્સ સસ્પેન્ડ કરી અને સીલ કરવામાં આવ્યું છે. અત્રેથી ઉલ્લેખનીય છે કે ગત તા.20/05/2024 નાં રોજ કોડીનાર ખાતે આવેલ ન્યુ એરા સિનેમાઘર ખાતે ફાયર સેફટીનાં સાધનોની ત્રુટિ ધ્યાને આવતા તે સિનેમાઘર…
Read Moreસરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર ખાતે રાષ્ટ્રીય ઓરલ મેડિસિન અને રેડીયોલોજી દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા વિવિધ દિવસો અને તહેવારોની ખાસ ઉજવણી કરવામાં આવે છે. આ સંસ્થાના ઓરલ મેડિસિન અને રેડિયોલોજી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.રીટા ઝા ના માગદર્શન હેઠળ “રાષ્ટ્રીય ઓરલ મેડિસિન અને રેડિયોલોજી દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી અંતર્ગત “યુથ અવેરનેસ ડ્રાઈવ, ડેન્ટલ ડમ શરાઝ સ્પર્ધા તથા ઓરલ મેડિસિનના નિષ્ણાંત એવા અમદાવાદનાં પ્રસિદ્ધ ડો.ભાવિન દુધિયા દ્વારા લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત વિભાગના ડોકટરો દ્વારા જામનગરની ડિ.કે.વી. આર્ટસ તથા સાયન્સ કોલેજ, એસ.વી.ઈ.ટી. પોલીટેકનીક કેલેજ, ફિઝીયોથેરાપી અને નર્સિંગ…
Read Moreજિલ્લાકક્ષા સ્પોર્ટ્સ કોલેજ (DLSC) માટે તા. ૨૭/૦૫/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં દરેક જિલ્લામાં “જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ “ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબકા માં ૪ ઝોનમાં ૪ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તા. ૨૭/૦૫/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવે છે. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ અંગેની ઓનલાઈન અરજી sportsauthority.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકશે . જ્યારે “જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ “ પસંદગી માટેના ધારા-ધોરણો રમતગમત,યુવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિઓ…
Read Moreભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ઇન્ટરનેટ કનેક્ટીવીટીમા ટેકનિકલ ખામીનાં અભાવે (ડ્રાઇવિંગ ટેસ્ટ સિવાય) સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે તા.૨૭-૦૫-૨૦૨૪ ના રોજ GSWAN ઇન્ટરનેટ કનેક્ટીવીટીમા ટેકનિકલ ખામી સર્જાતા, ઇન્ટરનેટના અભાવે વાહન તથા સારથી (ડ્રાઇવિંગ ટેસ્ટ સિવાય) સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે. ઉક્ત્ત સમસ્યાનુ નિવારણ લાગતા અંદાજિત ૨ (બે) દિવસનો સમય લાગી શકે તેમ છે,આથી અત્રેની કચેરી ખાતે વાહન તથા ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે.જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ રહેશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Read More