ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ઇન્ટરનેટ કનેક્ટીવીટીમા ટેકનિકલ ખામીનાં અભાવે (ડ્રાઇવિંગ ટેસ્ટ સિવાય) સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે તા.૨૭-૦૫-૨૦૨૪ ના રોજ GSWAN ઇન્ટરનેટ કનેક્ટીવીટીમા ટેકનિકલ ખામી સર્જાતા, ઇન્ટરનેટના અભાવે વાહન તથા સારથી (ડ્રાઇવિંગ ટેસ્ટ સિવાય) સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે.

ઉક્ત્ત સમસ્યાનુ નિવારણ લાગતા અંદાજિત ૨ (બે) દિવસનો સમય લાગી શકે તેમ છે,આથી અત્રેની કચેરી ખાતે વાહન તથા ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે.જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ રહેશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

 

Related posts

Leave a Comment