જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા રાઉન્ડ-ધી-કલોક ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા સૌ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇપણ પ્રકારના અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો ઈણાજ ખાતેના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ પર સંપર્ક કરીને મદદ મેળવી શકશે.

આગામી વર્ષાઋતુ -૨૦૨૪ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં ૨૪ કલાક માટે રાઉન્ડ ધી કલોક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ફોન નંબર (૦૨૮૭૬) ૨૮૫૦૬૩/૬૪ અને હેલ્પલાઇન નંબર ૧૦૭૭ પર કટોકટીની સ્થિતીમાં સંપર્ક કરીને જરુરી મદદ મેળવી શકાશે.

તદુપરાંત જિલ્લામાં અલગ અલગ વિભાગો દ્વારા પણ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલા છે. જેમાં જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નંબર (૦૨૮૭૬) ૨૨૨૧૦૧, પી.જી.વી.સી.એલ વેરાવળ સબ ડીવીઝન -૯૬૮૭૬૩૩૭૮૪, પી.જી.વી.સી.એલ ઉના સબ ડીવીઝન-(૦૨૮૭૫) ૨૨૨૭૮૨, માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) (૦૨૮૭૬) ૨૨૦૨૩૭, જિલ્લા આરોગ્ય વિભાગ (૦૨૮૭૬) ૨૮૫૨૨૪, ફાયર બ્રિગેડ વેરાવળ, (૦૨૮૭૬) ૨૨૦૧૦૧, સિંચાઈ (ડેમ) વિભાગ.(૨૮૭૬)૨૨૨૮૯૬, ફિશરીઝ વિભાગ વેરાવળ (૦૨૮૭૬)૨૪૩૬૮૪, પોર્ટ ઓફિસ વેરાવળ (૦૨૮૭૬) ૨૨૧૧૩૯, એસ.ટી.ડેપો વેરાવળ (૦૨૮૭૬) ૨૨૧૬૬૬ ઉપર સંપર્ક કરી શકાશે.

આ જ પ્રકારે દરેક તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે ચોમાસુ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલા છે.જેમાં વેરાવળ મામલતદાર કચેરી (૦૨૮૭૬)-૨૪૪૨૯૯, તાલાલા મામલતદાર કચેરી (૦૨૮૭૭) ૨૨૨૨૨૨, સુત્રાપાડા મામલતદાર કચેરી (૦૨૮૭૬) ૨૬૩૩૭૧, કોડીનાર મામલતદાર કચેરી (૦૨૭૯૫) ૨૨૧૨૪૪, ઉના મામલતદાર કચેરી (૦૨૮૭૫) ૨૨૨૦૩૯, ગીર ગઢડા મામલતદાર કચેરી (૦૨૮૭૫) ૨૪૩૧૦૦ કંટ્રોલરૂમ નંબર પર આપાતકાલીન પરિસ્થિતિમાં સંપર્ક કરીને મદદ મેળવી શકાશે.


Advt.

 

 

 

Related posts

Leave a Comment