જિલ્લા પંચાયત કચેરી ખાતે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લા પંચાયત કચેરી ઈણાજ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષકોના તથા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તેમજ વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા શિક્ષણનાં હિતમાં બે મહત્વનાં નિર્ણય કરવામાં આવ્યાં હતાં.

શિક્ષણ સમિતિની આ બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની ઉચ્ચ અભ્યાસની મંજૂરી તથા પ્રાથમિક શાળાઓના બાળકોના નામ, અટક, જન્મ તારીખમાં સુધારો કરવા અંગેની મંજૂરી માટેની સત્તા તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સુપ્રત કરવાનો લોક હિતકારી નિર્ણય લેવામાં આવ્યો હતો.

જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોના નામ, અટક, જન્મ તારીખ સુધારવા માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં પ્રાથમિક શિક્ષકોને એકસટર્નલ ઉચ્ચ અભ્યાસની મંજૂરી આપવા માટે સદર દરખાસ્તો જે તે શાળા મારફત તાલુકા પ્રાથમિક્ શિક્ષણાધિકારી અને ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને દરખાસ્ત મોકલવામાં આવતી, જયારે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક મળે ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વંચાણે મૂકતાં અને સમિતિમાં સર્વાનુમતે આ બાબતે નિર્ણય લેવામાં આવતો.

આ નિર્ણય પ્રક્રિયામાં ખૂબ જ લાંબો સમય થતો હોવાથી વિધાર્થીઓ અને શિક્ષકોને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી. આ અંગેની જાણ વિશે તમામ સદસ્યઓ સાથે ચર્ચા કરી હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.

સર્વાનુમતે બન્ને મુદ્દાઓ વિશે નિર્ણય કરતાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા આપવામાં આવેલા હકારાત્મક પ્રતિસાદને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અશોકભાઈ પટેલ અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અપારનાથી સહ તમામ સ્ટાફ તેમજ સમિતિના સદસ્યોએ આવકાર્યો હતો.


Advt.

 

 

 

Related posts

Leave a Comment