દીપ જ્યોત મહિલા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર બની

હિન્દ ન્યુઝ, વડોદરા

વડોદરા જિલ્લાના નંદેસરી વિસ્તારમાં વર્ષ ૨૦૧૫ થી દીપ જ્યોત મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી (DJMCCS), આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને કમાવવા અને આત્મનિર્ભર બનવા માટે સહાય કરી રહ્યા છે. આ ગામની ઘણી સ્ત્રીઓ તેમનું આગળનું શિક્ષણ જ નહીં, તેઓએ કુટુંબ અને અન્ય જવાબદારીઓને કારણે શિક્ષણ છોડી દીધું હતું પરંતુ જ્યોતિ મહિલા કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા મહિલાઓને ધોરણ-૧૦ ની બોર્ડની પરીક્ષા પાસ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો.જેના થકી ૭ મહિલાઓ પાસ થઈ હતી હવે તેમને ધોરણ-૧૨ની પરિક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે.મહિલાઓ પ્રવૃતિ કરીને સારી માસિક આવક પણ મેળવી રહી છે સાથે જ તેમના પરિવારનું ભરણપોષણ કરે છે. ડીજેએમસીએસ દીપક ફાઉન્ડેશન દ્વારા આ સોસાયટીને શરૂ કરવા માટે ૪ લાખની બિયારણની રકમ આપવામાં આવી હતી.

આ ફાઉન્ડેશનમાં ૧૬૦ સ્વ-સહાય જૂથો (SHGs)ની ૨૪૦૦ થી વધુ મહિલા સભ્યોએ એકસાથે દીપ જ્યોત મહિલા સહકારી ક્રેડિટ સોસાયટી (DJMCCS) ની રચના કરી હતી સાથે જ ઉદ્યમી પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે ધિરાણ સુવિધાઓના બચત અને ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું. જેનું વાર્ષિક ટર્નઓવર રૂ.૨ કરોડ છે. એક હજારથી વધુ મહિલા સાહસિકો સરેરાશ માસિક આવક રૂ. ૬૦૦૦ થી ૧૫૦૦૦ પ્રતિ માસ કમાણી કરી રહ્યા છે. જેમાં સોસાયટીએ ક્ષમતા નિર્માણ દ્વારા રજાઇ બનાવવા, કાગળ અને કાપડની થેલી બનાવવા, નર્સરી પ્લાન્ટેશન અને બાગકામ જેવા વિવિધ સાહસોને પ્રોત્સાહન આપવામાં આવે છે.  

મહત્વનું છે કે,કોવિડ-૧૯ નિવારણ પ્રોટોકોલને જૂથ એન્ટરપ્રાઇઝ તરીકે પ્રોત્સાહન આપવા માટે માસ્ક બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન માસ્કનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ મહિને રૂ. 3૦૦૦ની આવક મેળવી હતી. તેમાં ઉદ્યોગસાહસિક તકો દ્વારા મહિલાઓને સશક્તિકરણ કરીને સમુદાયમાં નોંધપાત્ર યોગદાનનો એક દાયકા પૂર્ણ કર્યો છે સાથે જ ૨ કરોડના પ્રભાવશાળી ટર્નઓવર અને ડેરીના નફામાં ૫.૬૩ લાખના નફા સાથે ક્રેડીટ સોસાયટીએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

Related posts

Leave a Comment