હિન્દ ન્યુઝ, ભાવનગર
દેશભરમાં 15 થી 18 વર્ષના 7.40 કરોડ કિશોર કિશોરીઓ માટે આજ તારીખ 3જી જાન્યુઆરીથી કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. દરમિયાન આજે ગુજરાતમાં ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે અંકુર વિધાલયમાં વિદ્યાર્થીઓએ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અપાતી વેકસીન ઉત્સાહભેર લીધી હતી. તે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા એ ટ્વીટર પર ફોટાઓ સાથે વિગતો ટાંકી વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. અને જેઓ કોરોના વેકસીન લેવામાં બાકી છે તેમને સત્વરે વેક્સીન લેવા અનુરોધ કર્યો હતો. ભારત સરકારના આરોગ્ય મંત્રી માંડવિયાના આ ટ્વિટર સંદેશની ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નોંધ લીધી હતી. અને આરોગ્ય મંત્રીના આ સંદેશને રી-ટ્વીટ કર્યો હતો.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી