હારિજ નગરપાલિકા ના રોડ કોન્ટ્રાકટર દ્વારા સારો રોડ તોડી પાડવા અંગે અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા

હિન્દ ન્યુઝ, હારિજ

         હારીજ નગરપાલિકા તરફી છાસવારે ગટર અને રોડ ના મુદ્દે સમસ્યાઓનો ભોગ હારીજ નગરની જનતા બની રહી છે. હારીજ બજાર માં અંદાજે એક વર્ષ અગાઉ બનાવેલ માર્ગ ને નુકસાન વગર તોડી પાડવામાં આવ્યો છે જેના કારણે નગરમાં અવર જવરના માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોઈ પણ પ્રકારના કામ વગર કોન્ટ્રાકટર દ્વારા રોડ તોડી પાડવામાં આવ્યો છે ત્યારે કોન્ટ્રાકટર ની ભ્રષ્ટ નીતિ અંગે વેધક સવાલો ઉઠવા પામ્યા છે.

હારિજનો નેહરુ રોડ દિવાળીના સમય થી બનાવવા નું કાર્ય ચાલું કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી આ રોડનું કાર્ય પૂર્ણ થવા પામ્યું નથી. જેના કારણે રહેણાક અને વેપારી વર્ગ બંને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગોકળ ગતિ એ ચાલતી રોડ ની કામગીરી અંગે પણ અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે.

સદર બજાર ના રોડ અંગે હારીજ પાલિકા ચીફ ઓફિસર ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર દ્વારા સારો રોડ તોડી પાડવામાં આવ્યો છે અને કોન્ટ્રાકટર ને નોટિસ આપવામાં આવશે.

રિપોર્ટર : જીગર દરજી, હારીજ

Related posts

Leave a Comment