ગીર સોમનાથ જિલ્લામાં 11 લાખ વૃક્ષો વાવવનો જે મહા સંકલ્પ કરવામાં આવેલ તે અંતર્ગત પ્રચાર પ્રસાર સમિતિ ની  બેઠક મળી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

           ગીર સોમનાથ જિલ્લા મીટીંગ માં સોમનાથ ટ્રસ્ટના વૃક્ષારોપણ ના મહા સંકલ્પનો વિષય છેવાડાના લોકો સુધિ પહોચે, પર્યાવરણ વિશે જાગૃતિ આવે,લોકો વૃક્ષ ને પ્રેમ કરતા થાય. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર વૃક્ષારોપણ કરી આ પ્રોજેક્ટ પૂર્ણ નથી કરવાનો સાથે જ વૃક્ષોનો ઉછેર થાય, ખેડૂતોને વૃક્ષારોપણ થી આર્થિક ઉપાર્જન થાય, વૃક્ષના માધ્યમથી ખેડૂતોની રોજીરોટી ચાલે. ભવિષ્યમાં વૃક્ષો અને વૃક્ષારોપણ ની બાબતમાં ગીર સોમનાથ જિલ્લો ગુજરાત નહીં પરંતુ ભારત ભર માં રોલ મોડલ તરીકે સ્થાપિત થાય. લોકવાયકા માં લીલી નાઘેર કહેવાતું આ ક્ષેત્ર આવનારા વર્ષોમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ ના આ મહા સંકલ્પના કારણે જિલ્લો ફરી એક વખત લીલી નાઘેર બનીને ભારતના સુવર્ણ યુગ ની શરૂઆત ગીર સોમનાથ થી થશે એ નિશ્ચિત છે. આ મહા સંકલ્પ માં સૌના સહિયારા પ્રયાસોથી આ સફળ થવાનો છે, મહાસંકલ્પ અભિયાન સંપૂર્ણ માર્ગદર્શન શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી દ્વારા મળી રહ્યું છે તેમના દ્વારા આ કાર્યક્રમની સફળતા માટે અલગ અલગ પ્રકારની સમિતિઓ બનાવીને અગણિત કાર્યકર્તાઓને જોડીને આ મહા સંકલ્પ ની શુભ શરૂઆત કરવામાં આવી છે,ગીર સોમનાથ જિલ્લાના 342 ગામોમાં દરેક ખેડૂત દીઠ 10 વૃક્ષો વાવવાના છે, શહેરી વિસ્તારોમાં સાર્વજનિક પ્લોટોમાં સામાજિક સંસ્થાઓની વૃક્ષ ઉછેરની જવાબદારી એ આ વૃક્ષારોપણ થવાનું છે. આ માહા સંકલ્પમાં આપશ્રી એક વૃક્ષ થી લઈને અગણીત વૃક્ષોનું અનુદાન આપી શકો છો એક વૃક્ષ દીઠ અનુદાન ની કિંમત ફક્ત સો રૂપિયા નક્કી કરી છે ચાલો સૌ સાથે મળી પરમ વૈભવની પરિકલ્પનાને સાકાર કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના 11 લાખ વૃક્ષોના વૃક્ષારોપણ ના મહા સંકલ્પ માં સહભાગી બનશો.

Related posts

Leave a Comment