લોકસભા સામાન્ય ચુંટણી દરમિયાન હીટવેવની અસરને નિવારવા માટેના પગલાં લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હિટવેવ નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ

હિન્દ ન્યુઝ, આણંદ

    ભારતના હવામાન વિભાગે આગામી ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવનાને પરોક્ષ રીતે નિર્દેશિત કરી છે. જૂન મહિના સુધી હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકે છે, જેને ધ્યાને લઈ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પણ આ બાબતે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા ગરમીના મોજાની અસરને ઘટાડવા અંગે પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે. જેને ધ્યાને લઈ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત હીટવેવની અસરને નિવારવા માટેના પગલાં લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દીપક પરમારને હિટવેવ નોડલ ઓફિસર તરીકે જાહેર કર્યા છે.

જે અંતર્ગત હીટવેવની અસરને નિવારવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દીપક પરમારે જૂન-૨૦૨૪ સુધીમાં હીટ વેવની સંભાવનાઓને ધ્યાને લઈ, વધુ પડતી ગરમી એ મનુષ્યના આરોગ્ય માટે હાનિકર્તા હોઈ અને ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો હોઈ ગરમીના વધારાને કારણે શરીરમાં લુ લાગવા એટલે કે સન સ્ટ્રોકના કેસ નોંધાતા હોય છે ત્યારે આવા દર્દીઓને સમયસર સારવાર આપવામાં આવે તે માટે આણંદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને આરોગ્ય વિભાગના અધિકારી / કર્મચારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

        તેમના જણાવ્યા મુજબ સામાન્ય રીતે શરીરનું તાપમાન લુ લાગવાને કારણે ખૂબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખૂબ વધારો થાય છે, જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી, જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસર કરે છે, આ અસરોમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો થવો, ખૂબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચડવો, હૃદયના ધબકારા વધી જવા તેવા લક્ષણો થાય છે.

રાજ્યમાં ગરમી પ્રતિદિન વધી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં હીટ વેવની સ્થિતિ સર્જાય તેવી શક્યતાને નકારી શકાય નહિ. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોક અથવા લૂથી રક્ષણ માટેના ઉપાયો જાણવા જરૂરી છે.

હીટ સ્ટ્રોક શું છે ? : ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઊંચા સ્તર સુધી પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હીટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય છે.

હીટ સ્ટ્રોક કોના માટે વધુ જોખમકારક ? : હીટ સ્ટ્રોકની વૃદ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, મજૂરી કામ કરનાર લોકો માટે વધુ જોખમકારક છે.

ધ્યાન આપવા લાયક લક્ષણો : માથામાં દુખાવો, પરસેવો થવો, ચામડી લાલ, સૂકી અને ગરમ થવી, ઉલટી થવી, અશક્તિ અનુભવવી, આંખો લાલ થવી જેવા લક્ષણો હીટ સ્ટ્રોકના છે.

ગરમી/ હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાયો : ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું ઉનાળાની ઋતુ દરમિયાન ખુલતા સફેદ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો તથા વ્યક્તિઓએ તડકામાં ફરવું જોઈએ નહીં. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પ્રવાહી પીવું શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાય અવારનવાર ભીના કપડાથી શરીર ઓછું ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું માથાનો દુખાવો બેચેની ચક્કર બુકા કે તાવ આવે તો તરત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરની સલાહ અને સારવાર લેવા જણાવવામાં આવ્યું છે.

હીટ સ્ટ્રોકની સારવાર : હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો ઈમરજન્સી હેલ્પલાઈન ૧૦૮ ઉપર કોલ કરી તાત્કાલિક સારવાર મેળવી શકાય છે. જ્યાં સુધી મેડિકલ સેવા આવે ત્યાં સુધી જે વ્યક્તિને હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો તેમના પગ જમીનથી થોડા ઉંચા રહે અને પંખાની સીધી હવા તેમના શરીર ઉપર આવે તે રીતે તેમને સુવડાવવા, દર્દીના બગલમાં, કમર પર તથા ગળાની નીચે ભીના કપડાં/ટુવાલ/બરફ મુકવો તથા વ્યક્તિને થોડું ઠંડું સાદુ પાણી પીવડાવવું.

આમ કરવાથી દર્દીને હીટ સ્ટ્રોકથી પ્રાથમિક રાહત મળી શકે છે. પરંતુ હીટ સ્ટ્રોકની પૂરતી સારવાર માટે ડૉક્ટરનો પરામર્શ આવશ્યક હોવાથી નજીકના દવાખાનાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ તેમ વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment