સમગ્ર દેશમાં રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે રહ્યું છે – સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ

હિન્દ ન્યુઝ, બોટાદ          બોટાદ જિલ્લા રોજગાર કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાંસદ ડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાને બોટાદના નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે આજે રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશે વિવિધ ક્ષેત્રે અનેક ઉપલબ્ધિઓ હાસંલ કરી છે. રાજ્યના યુવા ધન પોતાનામાં રહેલી કુશળતા બહાર લાવી શકે તે માટે જિલ્લા સહિત તમામ તાલુકામથકોએ જ આઇ.ટી.આઇ સંસ્થાઓનું નિર્માણ થવાથી રોજગાર વાંચ્છુઓને ઉત્તમ પ્લેટફોર્મ મળી…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંદાજિત રૂ. ૧૦૪૪.૬૯ કરોડનાં ખર્ચે ઢાકીથી નાવડા બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે

હિન્દ ન્યુઝ, બોટાદ દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોટાદ જિલ્લા સહિત રાજ્યભરનાં લોકોને અનેક યોજનાઓ થકી લાભાન્વિત કરી રહ્યાં છે. આગામી સમયમાં બોટાદ જિલ્લાનાં લોકોને મળતી પાણીની સુવિધા વધુ સુદ્રઢ બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં રૂ. ૧૦૪૪.૬૯ કરોડના ખર્ચે ઢાકીથી નાવડા બલ્કપાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ થવા જઇ રહ્યું છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યનાં પ્રત્યેક ખૂણે વસતાં નાગરિકની સુખાકારી અને સાનુકૂળતા માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ત્યારે આ નવાં પ્રોજેક્ટનાં કારણે બોટાદ સહિત સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓનાં લોકોનાં પાણીને લગતાં તમામ પ્રશ્ર્નોનો ઉકેલ…

Read More

બોટાદમાં “પોષણ માહ”ની ઉમંગભેર ઉજવણી: પોષણક્ષમ આહાર વિશે માહિતી આપવા માટે ધાન્યની રંગોળી બનાવાઈ

સહી પોષણ, દેશ રોશન હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં પોષણક્ષમ આહાર વિશે જાગૃત્તિ આવે તે માટે આઈ.સી.ડી.એસ શાખા દ્વારા અલગ અલગ માહિતીસભર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આંગણવાડી બહેનો, તેડાગર બહેનો તેમજ કિશોરીઓ દ્વારા વિવિધ ધાન્યોનો ઉપયોગ કરી રંગોળી તૈયાર કરવામાં આવી હતી. બાળકો, સગર્ભા અને ધાત્રીમાતા તેમજ વાલીઓમાં પોષણ અંગે જાગૃતતા આવે તેવા હેતુસર વિવિધ પ્રકારની રંગોળીઓ બનાવીને પોષણક્ષમ આહાર વિશે માહિતી આપવામાં આવી રહી છે. રિપોર્ટર : સંજય ડણીયા બોટાદ

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત

નવરાત્રિના પહેલાં નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવાનોને રોજગાર  હિન્દ ન્યુઝ, બોટાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૭ જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રોપેલા…

Read More

તલાટીઓ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા તલાટી સી.બી.ભરવાડ ને ગામ પંચાયત કચેરી ખાતે કામમાં રૂપાવટી ધમકી આપવા બાબતની રાધનપુર તલાટી દ્વારા પોલીસ સ્ટેશન અને નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં અરજી આપવામાં આવી. તલાટીની કામગીરીમાં રુકાવટ કરવા બદલ અને ધમકી આપવા બદલ તલાટી મંડળ એક મંચ ઉપર 47 ગ્રામ પંચાયતના 24 તલાટીઓ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે સાથે પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી. તલાટીઓને ખોટી રીતે હેરાન કરશો તો તલાટીઓ નહીં ચલાવી લે તલાટી મંડળ…

Read More

વેરાવળ સમસ્ત બ્રહ્મસમાજ એ પ્રથમ વખત ૯ દિવસ માતાજી ના રાસ ગરબા નું આયોજન

હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ સમસ્ત બ્રહ્મસમાજ એ પ્રથમ વખત ૯ દિવસ માતાજી ના રાસ ગરબા નું આયોજન કર્યું છે. સમસ્ત બ્રહ્મસમાજ વેરાવળ માં ઝુમઝુમ નવરાત્રી નું ખૂબ જ સરસ આયોજન કરવા માં આવ્યું હતું તેમાં બહોળા ભૂદેવ ભાઈઓ એને બેહનો રાસ ગરબા નો આનંદ માણ્યો. તેમાં વડીલો એ હાજરી આપી હતી. વડીલો માં વલ્લભબાપા કૌશિક ભાઈ દિગંતભાઈ દેવેનભાઈ ચિરાગ ભાઈ ભાવેશભાઈ, પોલીસ વિભાગ તરફ થી મલ્પેશ યુરભાઈ ઓઝા, મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી મામલદાર બી.એચ.શ્રીમાળી,  યુવા ટીમ ના ઉપપ્રમુખ કલ્પેશભાઈ જાની અને ભાવિકભાઈ દવે અને આખી યુવા ટીમ એ હાજરી આપી…

Read More

આસ્થા નું કેન્દ્ર ગણાતા શ્રી રાપરીયા હનુમાનજી મંદિર નવિન નિર્માણ થવા જઈ રહ્યું હોઈ સાધુ સમાજ તેમજ રાધનપુરવાસીઓ માં ખુશી નો માહોલ

હિન્દ ન્યુઝ,  રાધનપુર રાધનપુર વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ ના નવનિયુક્ત પ્રમુખ સાધુ ચંદુલાલ ના ભગીરથ કાર્ય અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સમાજ હિત તેમજ સતત સમાજ ની ચિંતા કરનાર સમાજ ના નવીન પ્રમુખ બનતા ની સાથે રાપરીયા હનુમાનજી આશ્રમ રાધનપુર ખાતે નવીન મંદિર નું નિર્માણ કરવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ તેમજ રાધનપુર વાશીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આસ્થા નું કેન્દ્ર એટલે શ્રી રાપરીયા હનુમાનજી મંદિર આશ્રમ રાધનપુર, વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ નું તેમજ રાધનપુર…

Read More

માતાના મઢ મેળા દરમિયાન EVM/VVPAT નિદર્શન સાથે મતદારોને જાગૃત કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ      ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જે અન્વયે અત્રેના વિધાનસભા વિસ્તારમાં EVM/VVPAT નિદર્શન મતદાર જાગૃતિ અન્વયે હાલમાં ચાલી રહેલ માતાના મઢ મુકામે નવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ/ભકતો પધારતા હોય છે. જેથી દર્શનાર્થીઓ/ભકતો લોકજાગૃતિ માટે બહોળી પ્રસિદ્ધિ થાય તે માટે ખાસ ઝુંબેશરૂપી કાર્યક્રમ મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર લખપત ધ્વારા મતદાન જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્શનાર્થીઓને અવશ્ય મતદાન કરવા માટે સમજણ આપવામાં આવી હતી. પોતાના મતનો ઉપયોગ કોઇપણ પ્રકારના લોભ,લાલચ કે પ્રલોભન કે કોઇ દબાણમાં આવ્યા વગર મતદાન…

Read More

નવરાત્રિના પહેલાં નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવાનોને રોજગાર

હિન્દ ન્યુઝ, ભાવનગર           મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૭ જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા.  મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રોપેલા વિકાસના મજબૂત પાયાના પરિણામે…

Read More

વડાપ્રધાનની મુલાકાતને લઇ શહેરે નવાં વાઘા ધારણ કર્યાં

હિન્દ ન્યુઝ, ભાવનગર આજથી જગતજનની માં અંબાની આરાધનાનું પર્વ નવરાત્રીનું પહેલું નોરતું છે. નવરાત્રીના ’નોરતાં’ સાથે વડાપ્રધાનશ્રીને આવકારવાનાં ’ઓરતાં’ સાકાર કરતાં ભાવનગર શહેરે નવાં કલેવર ધારણ કરી એક નવોઢાની જેમ નવાં શણગાર સજીને ભાવેણું વડાપ્રધાનને ભાવસભર રીતે આવકારવાં માટે સજ્જ બન્યું છે. વડાપ્રધાન ઘણાં સમય બાદ ભાવેણાંની ધરતી પર આવી રહ્યાં છે. આ ઉપરાંત આજથી દેશની ’ઓલિમ્પિક સમાન’ નેશનલ ગેમ્સની શરૂઆત આજથી થઇ છે. આજે ’નેટબોલ’ની ગેમથી તેની શરૂઆત થઇ ચૂકી છે. તેવાં અવસરે ભાવેણાંની રમત માટેની ખેલદીલી, દરિયાદીલી સાથે સ્નેહની સરવાણી પણ જનસૈલાબ દ્વારા જોવાં મળવાની છે.    …

Read More