વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદીએ તાપી જિલ્લાને દિવાળી પુર્વે આપી રૂ.૨૧૯૨ કરોડથી વધુના જનહિતલક્ષી પ્રક્લ્પોની ભેટ

હિન્દ ન્યુઝ, તાપી          વડાપ્રધાન એ ગુજરાતમા ડબલ એન્જિન સરકાર જે રીતે તેજ ગતિએ વિકાસના કામો કરી રહી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી, ગુજરાતના આદિવાસી પ્રદેશના વિકાસ સાથે આદિવાસી જનજીવનમા બદલાવ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમા મૂકવામા આવેલી અનેકવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી, છેલ્લા ૨૦ વર્ષમા ગુજરાતમા આવેલા વિકાસલક્ષી બદલાવ, અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના છેવાડાના માનવીને મળેલા લાભ અંગે ફળદાયી ચિત્ર રજૂ કર્યું હતુ. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે કુલ રૂ.૨૧૯૨ કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ…

Read More

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે સૌર ઉર્જા (સોલાર વોટર પંપ)સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કરતા ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, સુરત        સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ભાંડુત ગામએ ગુજરાત રાજયનુ સૌપ્રથમ ૧૦૦% સોલાર પંપ સંચાલિત ડિઝલપંપમુકત ગામ બન્યું છે. આ સૌર ઉર્જા (સોલાર વોટર પંપ) સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શકય બન્યું છે અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિચાઈ યોજના થકી. ભાંડુતગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ભાંડુત ગામ ડિઝલપંપમુકત બનવાથી ગામની ૬૮૮ વીઘા ખેતીની જમીનમાં ખેતી કરતા ૪૦૦ ખેડૂતો સીધો ફાયદો થયો છે.      અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીના પંદર પંપની…

Read More

સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે આર.ડી.વરસાણી સ્કૂલથી ભુજ એરપોર્ટ સુધી સાઈકલ રેલી યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ       “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આર.ડી.વરસાણી સ્કૂલથી ભુજ એરપોર્ટ દ્વાર સુધીની સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે ભુજ શહેરમાં હ્યુમન ચેઈન, સાઈકલ રેલી જેવા કાર્યક્રમો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવી રહ્યા છે.       ભુજની આર.ડી.વરસાણી સ્કૂલ ખાતે ઉપસ્થિત  તમામ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સાઈકલ રેલીના કાર્યક્રમની શરૂઆત કરી હતી. મામલતદાર વિવેક બારહટ, રમત-ગમત…

Read More

ભાભર થી ઢીમાં ધરણીધર ભગવાન ના દર્શન કરવા પગ યાત્રા

હિન્દ ન્યુઝ, વાવ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા ગાયોમાં આવેલો લંપી રોગ માટે અને ગાયોના રક્ષણ માટે ભાભર થી ઢીમાં ધરણીધર ભગવાન ના દર્શન કરવા પગ યાત્રા કોંગ્રસના કાર્ય કર્તા સાથે પહોંચી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાધામમા આજે જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકાનું યાત્રાધામ ઢીમા ગામની અંદર આજે આખા વિશ્વની અંદર વખણાતું એવું ઢીમા શ્રીધરણીધર ભગવાનના મંદિરે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા હોય સે ત્યારે આજુબાજુના ગામડામાંથી પણ દાદાના દર્શન કરીને મનોકામના પૂર્ણ થાય સે ત્યારે અમારા લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર ભાભર થી…

Read More

તા.૩૧/૧૦/૨૦૨૨ ના રોજ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિતે “રન ફોર યુનિટી”નું આયોજન

 હિન્દ ન્યુઝ, રાજકોટ  આઝાદ ભારતને એકતા માટે અદમ્ય સાહસ સાથે રજવાડાઓને ભારતમાં જોડવાનું મહાન કાર્ય કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી અંતર્ગત તા.૩૧/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યે પોલીસ હેડ ક્વાટર્સ, પરેડ ગ્રાઉન્ડ રેસકોર્સ રીંગ રોડ ખાતે “રન ફોર યુનિટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જોડવા માટે મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. આ કાર્યક્રમનું ફ્લેગ ઓફ સવારે ૦૭:૦૦ વાગ્યે પોલીસ હેડ ક્વાટર્સ, પરેડ ગ્રાઉન્ડ રેસકોર્સ…

Read More

ભુજ નગરપાલિકા વોર્ડ નં.૬માં રોડ રસ્તાના રૂ.૧.૩૧ કરોડના કામોનું વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેનના હસ્તે ખાતમુહૂર્ત

હિન્દ ન્યૂઝ, ભુજ આજરોજ ભુજ શહેરમાં ઉપલીપાળ રોડ, રઘુનાથજી મંદિર ખાતે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને વોર્ડ નં.૬ના વિવિધ રોડ‌ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, લાભપાંચમના શુભદિને કરોડો રૂપિયાના રોડ રસ્તાના કામોની ભેટ નાગરિકોને મળી રહી છે. શહેરમાં રોડ રસ્તાઓ જેવી‌ માળખાકીય સુવિધાઓ સુદ્ઢ રીતે ઉપલબ્ધ હશે તો શહેરીજનોની સાથે પ્રવાસીઓને પણ વિશેષ સવલતો મળશે. સ્મૃતિવન મેમોરિયલ ખાતે પ્રવાસીઓનો મેળાવડો જામ્યો છે. સહેલાણીઓ ભુજ શહેરમાં ઉમટી રહ્યા છે જેનો સીધો‌ લાભ સ્થાનિક કળાઓ, ધંધા વેપારને મળે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુંદર કામગીરી…

Read More

ગીર સોમનાથના પીએમકિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને “આધાર e-KYC” અને બેંક ખાતા “આધારસિડિંગ” કરવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધારe-KYC” કરવાનું થાય છે. જે લાભાર્થીઓ આગામી હપ્તા પહેલા e-KYC નહી કરાવે તેમને આગળની સહાયનો હપ્તો જમા થશે નહી. જે અંગે લાભાર્થી જાતે “આધારe-KYC” કરી શકશે. જે માટે પી.એમ.કિસાન પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જઈ આધારe-KYC કરાવી શકશે અથવા ગ્રામ પંચાયત વી.સી.ઇ. પાસેથી પણ e-KYC કરાવી શકશે. જેનો ચાર્જ રૂ.૧૫ લાભાર્થીએ આપવાનો રહેશે. વધુમાં ભારત સરકાર તથા રાજ્ય…

Read More

સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ઓક્ટોબર/૨૦૨૨ – નવેમ્બર/૨૦૨૨ નાં માસ દરમિયાન તા.૦૪/૧૧/૨૦૨૨ ના રોજ લાભ પાંચમ, તા.૦૪/૧૧/૨૦૨૨ ના રોજ દેવ દિવાળી/તુલસી વિવાહ, તા.૦૮/૧૧/૨૦૨૨ ના રોજ ગુરૂનાનક જ્યંતિ, તા. ૧૨/૧૧/૨૦૨૨ ના રોજ સંકટ ચતુર્થી તથા તા.૧૬/૧૧/૨૦૨૨ ના રોજ કાળ ભૈરવ જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨ની પરીક્ષાઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૩૦/૧૦/૨૦૨૨ નાં રોજ લેખિત પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષાનો સમય સવારે ૧૦:૦૦ કલાક થી ૧:૦૦ અને બપોરનાં ૩:૦૦ થી ૬:૦૦ કલાક સુધી લેવાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું…

Read More

“આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર            રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કક્ષાએ યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું ભાવનગર જિલ્લામાં શહેર અને ગ્રામ્યકક્ષાએ કરવાનું નક્કી કરેલ છે. તદઅનુસાર તા.૩૧/૧૨/૨૦૨૨ ને ધ્યાને રાખતા ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાકક્ષાએ યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં…

Read More