શ્રધ્ધાળુઓ ઘરેબેઠા યજ્ઞ કરી શકે તે માટેની લઘુ મહામૃત્યુંજય યજ્ઞ કીટ વિતરણનો આજરોજ શુભારભ કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યના મહામહિમ ગવર્નર તથા ગુજરાત રાજ્યના માનનિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે કિટોનું વિતરણ કરવામાં આવેલ. તા.21/10/2022-શુક્રવાર – આસો વદ અગીયારસ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક લોક ઉપયોગી સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં નિઃશુલ્ક આરોગ્યલક્ષી ઉપચાર કેમ્પો, આરોગ્ય સેવા, સ્થાનીકોને રોજગાર માટે તાલિમ , આપત્તિના સમયે લોકોને આવાસ વ્યવસ્થા-ફુડ પેકેટ વિતરણ, લમ્પી વાયરસ સામે પશુ ચિકિત્સા માટેની વેક્સીન (રસી), દવાઓ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. તાજેતરમાં સ્થાનીક ગ્રામીણ મહિલાઓને પગભર કરવા માટે લોકોમાં ગૌ-પાલન સંવર્ધન માટે જાગૃતિ લાવવા તેમજ ગૌપાલનથી આર્થીક ઉપાર્જન વધે તે…

Read More

રૂ.૮૨૯ લાખના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય આદિપુરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ ગાંધીધામ તાલુકાના શિણાય મુકામે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદિપભાઈ પરમારની વર્ચ્યુઅલી ઉપસ્થિતમાં આંબેડકર સરકારી કુમાર છાત્રાલય આદિપુર શિણાયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિણાય ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ગરીમામય ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપસિંહ પરમારે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને શુભેચ્છા સંદેશ આપતાં જણાવ્યું હતું કે આ હોસ્ટેલના નિર્માણ માટે સરકાર દ્વારા રૂ.૮૨૯ લાખની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે તેનાથી અત્યંત આધુનિક બિલ્ડીંગનું નિર્માણ થયું છે. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ…

Read More

કાલાવડ -૭૬ વિધાનસભા અંતર્ગત કાલાવડ મુકામે પંજાબ સરકાર નાં કેબીનેટ મંત્રી હરભજનસિંઘ ETO નાં અધ્યક્ષસ્થાને કાલાવડ ખાતે રેલી પ્રસ્થાન કરવામાં આવ્યું 

હિન્દ ન્યુઝ, કાલાવડ               તારીખ ૧૯/૧૦/૨૨ ને બુધવારના રોજ કાલાવડ -૭૬ વિધાનસભા અંતર્ગત કાલાવડ મુકામે પંજાબ સરકાર નાં આદરણીય કેબીનેટ મંત્રી હરભજનસિંઘ ETO નાં અધ્યક્ષસ્થાને કાલાવડ ખાતે સૌથી પ્રથમ ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી ને રેલી પ્રસ્થાન કર્યું હતું. આ કાયૅક્રમ માં આદરણીય હરભજનસિંઘ તથા જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના આદરણીય અધ્યક્ષ પ્રકાશભાઇ દોંગા, કાલાવડ તાલુકા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી દેવરાજભાઈ વૈષ્ણવ, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિશાલભાઈ ત્યાગી, પ્રદેશ આમ આદમી પાર્ટીના આદરણીય સચિવ પ્રદિપસિંહ વાળા, જામનગર જીલ્લા…

Read More

કાલાવડમાં ગેરકાયદેસર ફટાકડા વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસર કરવા તંત્ર હજી નિષ્ફળ

હિન્દ ન્યુઝ, કાલાવડ            જામનગર જિલ્લાના કાલાવડ ખાતે દર વર્ષની જેમ આ દિવાળીનાં પર્વ પહેલા નગરનાં જાહેર માર્ગો પર ઠેર ઠેર ગેરકાયદેસર અને સરકારના નિયમોને નેવે મૂકી ફટાકડાઓનું ધૂમ વેચાણ કરવામાં આવે છે અને આ ફટાકડા માફિયાઓ પોતાની ગેર કાયદેસર હાટડીઓ ખોલી પરવાના અને ફાયર ઇકુપ્મેંટ્સ વગર ખુલ્લે આમ લોકોનો જીવ જોખમાય એવી રીતે ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.                   “હિન્દ ન્યુઝ’ દ્વારા ગત બે દિવસ અગાઉ આ ગેરકાયદેસર ફટાકડા નો કાલાવડમાં વેચાણ થતું હોવાનું અને આ…

Read More

દિવાળીના તહેવારો દરમિયાન રાત્રીના ૮ થી ૧૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે

હિન્દ ન્યુઝ, ભુજ        નામદાર સુપ્રિમ કોર્ટ દ્રારા દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણનો વિપરિત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ, તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો કરેલ છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે કચ્છ જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવા કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ(સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨)ની કલમ…

Read More

મંત્રી  કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ભુજ ખાતે કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલયનું ઉદ્દઘાટન  

હિન્દ ન્યુઝ, ભુજ      વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં  કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા પ્રેરિત ગુજરાત રાજપુત યુવા સંઘ ટ્રસ્ટ ભુજ દ્વારા સ્વ. નોંધુભા વેલુભા જાડેજા કન્યા છાત્રાલય અને બા સૂરજબા નોંધુભા જાડેજા કન્યા વિધાલયનુ ભુજ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.      આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કન્યા કેળવણી દ્વારા સમાજ આગળ આવશે  તેમણે મુખ્ય દાતાઓનો અને સમાજના અગ્રણીઓને ખૂબ ખૂબ આભાર માન્યો હતો કે કન્યાઓ માટે પણ હવે ખુબ સારું શિક્ષણ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.      વધુમાં…

Read More

ખેડૂતોને આધુનિક ખેત પધ્ધતિ અંગે માર્ગદર્શન અને સમયસર ઈનપુટસ મળી રહે તે માટે રાજયમાં નવા ૫૫ એગ્રો બીઝનેસ સેન્ટર શરૂ કરાશે

હિન્દ ન્યૂઝ, ભુજ     કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે તે રાજ્યના ખેડૂતોને આવક બમણી કરવાના મક્કમતા સાથે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી રાજય સરકાર ખેડૂતોને હર હંમેશ સહાયરૂપ થઈ રહી છે. એટલું જ નહીં, કુદરતી આપત્તિઓ, ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોના હિતમાં નવીન આયામોના અમલીકરણ અને સોલાર યોજના થકી ખેડૂતોને ખેતી માટે પુરતી વીજળી અને પાણી મળી રહે તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.     કૃષિમંત્રી  રાઘવજીભાઈ…

Read More

જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની કામગીરીને લઈને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ       આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનારી છે ત્યારે કચ્છ જિલ્લાની  ચૂંટણી સંદર્ભે વિવિધ તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને નોડલ અધિકારીઓની પાસેથી કલેક્ટરએ વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.      ચૂંટણીની કામગીરી ચોકસાઈપૂર્વક અને નિયત સમયમર્યાદામાં થાય તે અંગે કલેક્ટરએ જરૂરી માર્ગદર્શન અધિકારીઓને પૂરૂં પાડ્યું હતું. આ ઉપરાંત ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મતદાનમથકો પર પાયાની સુવિધાઓ મતદાતાઓને મળી રહે તે બાબતે વિશેષ કાળજી રાખવા તેઓએ ઉપસ્થિત…

Read More

ભુજમાં શરાફ બજાર અને તળાવ શેરી ખાતે રોશનીનો શુભારંભ કરાવતા વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ       વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે ભુજ શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે શરાફ બજાર વેપારી મિત્ર મંડળ, ભુજ સોના ચાંદી તથા વાસણ બજાર તેમજ ભુજ કંસારા બજાર દ્વારા આયોજિત શરાફ બજારના રોશનીના શુભારંભ પ્રસંગમાં હાજરી આપી હતી. વિધાનસભા અધ્યક્ષાએ બજારની રોશનીનો શુભારંભ કરાવીને આ દિવાળી પર્વ સૌ લોકોની જિંદગીમાં ખુશાલી લાવે, સૌ સુખી અને સ્વસ્થ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, અધ્યક્ષાએ તળાવ શેરી ખાતે પણ રોશનીનો શુભારંભ કરાવ્યો હતો.      આ કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષાએ શરાફ બજારના વેપારીઓની સમસ્યાઓ પણ સાંભળી હતી અને કહ્યું હતું…

Read More

 દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ

હિન્દ ન્યુઝ, રાજકોટ          દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ભગવતી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં મસાલા, બેકરી પ્રોડક્ટ તથા પ્રિપેર્ડ ફૂડના કુલ ૧૦ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૮ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.        (૦૧)સદગુરુ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ તથા ચેકિંગ દરમિયાન સ્થળ પર એક્સપાયરી થયેલ ચાના  ૧૫૦ gm ના ૮ પેકેટનો નાશ કરવામાં આવેલ …

Read More